Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ જૈનધર્મ પ્રકાશ. કેટલાંક ચિન્હો તેણે દીઠાં એટલે જાયું કે જરૂર કોઈપણ પ્રકારે સ્વામી વિમબાપૂરી અમારી પાછળ આવ્યા જણાય છે કે પ્રેમલાને તેઓજ પરણ્યા લાગે છે. આમ ચેકસ ખાત્રી થયા છતાં પણ પતિ પાસે ખરી વાત માની નહીં, અને પતિને જમાડીને લાગ જોઈ ઉતાવળી ઉતાવળી સાસુ પાસે દોડી ગઈ અને તેમને ચંદરાજા સાથે થયેલી વાત કહેવા લાગી. હવે ભળી ગુણાવળી બધી વાત વીરમતીને કહેશે અને પરિણામ તેને અત્યંત દુઃખરૂપ આવશે. પરંતુ અજ્ઞાન મનુષ્ય કુસંગમાં પડ્યા પછી પિતાના લાભનો પ્રથમ વિચાર કરી શકતા નથી; પાછળથી જ પસ્તાય છે. ગુણાવળીને પણ તેમજ થવાનું છે તે બધું હવે આપણે આગળના પ્રકરણમાં શું હાલતે આ પ્રકરણમાં સમાયેલ રહસ્ય વિચારીએ. પ્રકરણ ૯ માનો સાર. આ પ્રકરણમાં કુસંગથી થતી માઠી અસર અને સ્ત્રીચરિત્રનું પ્રત્યક્ષ સ્વરૂપ ગુણવળીએ બતાવી આપ્યું છે, અને બંગમાં કેમ બોલાય છે તે અંદરાએ શિખવ્યું છે. પ્રારંભમાં તે વીરમતી આપ વખાણ કરે છે, અને ગુણવળી સાંભળે છે. તે વખતે ગુણવળી પ્રેમલાને પરણનાર તે પિતાના પતિ ચંદરાજાજ હતા એમ કહે છે, પણ વીરમતી માની શકતી નથી. તેના માનવામાં એ વાત આવે પણ કેમ? કારણ કે આટલે દૂર ચંદરાજા શી રીતે આવે ? તેને કયાં ખબર છે કે તે તે સાથે જ વિમળાપૂરી આવ્યા હતા ને પાછા પણ સાથે જ આવે છે. ચંદરાજા પણ આ સાસુ વહુની વાત સાંભળી રે ઉઘાડા પડી ન જવાય તેની ચિંતામાં પડે છે, કારણ કે પિતાની અપરમાતા કેવી કૃર છે તે તેઓ બહુ સારી શિતે જાણે છે. એકવાર તે વળી ભાગદશા આડી આવે છે અને ઝાડ ઉપરથી ઉતરતા પણ બેમાંથી એક જણ તેને દેખતા નથી. ચંદરાજા પિતાના મહેલમાં પહોંચી જાય છે ને હતા તેવા સૂઈ જાય છે; પરંતુ મીંઢળ કંકણાદિક કેટલાંક લગ્નના ચિન્હ રહી જાય છે, તે ઉતાવળને લીધે તેના ધ્યાનમાં રહેલું નથી. એટલામાં તે ગુણાવળી કંબા લઈને આવે છે ને ચંદ રાજાને જગાડે છે. હવે પછી કપટનાટક શરૂ થાય છે. બંને જણ ઘણું કપટકળ કેળવે છે. પરંતુ એકની વૃત્તિ શુદ્ધ છે ને બીજાની અશુદ્ધ છે. ચંદરા સાચા છે ને ગુણવાળી બેટી છે. તેને પરમાતાના અલ્પ પ્રસંગમાં પણ કુસંગની માઠી અસર હાડ હાર્ડ વ્યાપી ગઈ છે, અને તેથી તે ઉપરા ઉપર જૂઠું અને છેવટે હડહડતું જૂઠ બોલે છે, રીસ ચડાવે છે અને સ્ત્રી ચરિત્ર કેળવે છે. આ બધું મૂળ હકીકતમાં વિસ્તારથી જણાવેલું છે. અહીં તે માત્ર તેનું રહસ્યજ વિચારવાનું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44