________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકારા
इंद्रिय स्वरूप.
ચંદ્ર એટલે પરમેશ્વર્યવાન્ આત્મા, તેનુ ચિન્હ અથવા તેની ઉત્પન્ન કરેલી તે ઇંદ્રી કહેવાય છે, ઇંદ્રીઓ પાંચ છે. ક્રાત્ર (કાન), અક્ષિ (આંખ), ધ્રાણુ (નાક), રસન (જીભ) અને સ્પર્શન તે (શરીર). એ દરેકના બે બે ભેદ છે. ૧ દ્રવ્યેદ્રી અને ૨ ભાવેન્રી.
દ્રવ્યેદ્રીના બે ભેદ છે. ૧ નિવૃત્તિરૂપ દ્રવ્યેદ્રી ૨ ઉપકરણરૂપ દ્રવ્યેદ્રી નિવૃત્તિ એટલે આકૃતિ. તેના પણ એ ભેદ છે. ૧ ખાદ્ય તે ર અતરંગ. બાહ્ય નિવૃત્તિ તે દરેક પ્રાણીને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય છે તે. આ બાહ્ય નિવૃત્તિરૂપ દ્રવ્યંદ્રી અનેક આકારવાળી હોવાથી તેનુ સ્વરૂપ કહેવાને શકય નથી; કેમકે એક શ્રેત્રદ્રો લ્યા તે તેમાં મનુષ્યના, હાથીના, ઘે.ડાના, ગાયના, ભેંસના એમ દરેક પચેટ્રી પ્રાણીના કાનની ખાહ્યાકૃતિ જુદા નુઢા પ્રકારની હોય છે.
અભ્યતર નિવૃત્તિ સર્વ જાતિમાં સમાન હોય છે. તેને આશ્રીને તેના સસ્થાનોનું નિયતપણું આ પ્રમાણે કહેલું છે.
૧ થાત્ર કબના પુષ્પ જેવા માંસના એક ગેલકરૂપ હોય છે.
૨ ચક્ષુ મસુરના ધાન્યની આકૃતિ તુલ્ય હોય છે.
ૐ
ત્રાણુ અતિમુક્તના પુષ્પની જેવી કાહુલની આકૃતિવાળી હોય છે. ૪ જીન્હા મુરપ્રના એટલે અન્નાના આકારવાળી હોય છે.
น
સ્પર્શન વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે, કેમકે શરીરની આકૃતિ તે તેની આકૃતિ છે. તેની મા ને અભ્યંતર આકૃતિમાં ભેદ નથી. ઇંદ્રિયાની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખગની ધારા જેવી કહી છે. તે અત્યંત નિર્મળ પુદ્ગળરૂપ છે.
બાહ્ય આકૃતિ ને અભ્યંતર આકૃતિની શક્તિવિશેષ તે ઉપકરણ. દ્રવ્યંદ્રી છે. અભ્યતર આકૃતિના સબંધમાં બે વિકલ્પ છે. કે!ઇ અત્યંત સ્વચ્છ પુદ્દગછારૂપ અતરંગ આકૃતિ કહે છે, અને કેઈ શુદ્ધ આત્મ પ્રદેશરૂપ અતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રશ્ચંદ્ની શક્તિ અને શક્તિવાન અભિન્ન હોય છેોથી અંતરગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અતરંગ નિવૃતિ છતાં પણ દ્રવ્યાક્રિકવર્ડ ને ઉપકરણ ઇંદ્રી પરાઘાત પામી જાય તો પદાર્થીનું અજ્ઞા નપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેટ પણ છે. ઉપકરણ દ્રવ્યંદ્રી પણ ખાદ્ય ને ૧ વાસ વિધ
For Private And Personal Use Only