________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દિવ્ય સ્વપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
વિષયને ગ્રહણ કરે છે, અને ચક્ષુ અંગુળના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે. તેજ કારણથી ચાર ઇંદ્રીઓને વ્યંજનાવગ્રહું છે ને ચક્ષુઇંદ્રીને નથી. અહીં નવા રાવલનું દૃષ્ટાંત આપેલ છે કે-જેમ નવુ' (કફ) માટીનુ પાત્ર એક પાણીના બિંદુથી આર્દ્ર થતું નથી; પરંતુ વારંવાર ઘણાં ટીપાં અવિચ્છિન્નપણે પડવાથી આર્દ્ર થાય છે; તેમ સૂતેલા ( ઉંઘતા ) માસ એક શબ્દ કરવાથી જાગી જતા નથી, પરંતુ પાંચ સાત શબ્દો ઉપરાઉપરી કાનમાં પડવાથી શદ્રવ્યવડે કાન ભરચે સતે તે જાગે છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની ભાવના સમજી લેવી.
ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી અંગુળના સંખ્યાતમા ભાગ દૂર હોય ત્યારે પાતાના વિષયને ગ્રહણ કરી શકે છે; પણ તેથી નજીક હાય તા ગ્રહણ કરી શકતું નથી. અત્યંત નજીક એવું આંખમાં આંજેલ અંજન કે આંખમાં પડેલ તૃણુ વગેરેને ચક્ષુ જોઈ શકતા નથી. આ વાત સા જાણે તેવી છે.
હવે વધારેમાં વધારે કેટલા દૂરથી આવેલા પાતપાતાના વિષયને ઇદ્રીએ ગ્રહણ કરે તે કહે છે. કાન ખાર ચેાજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે, ચક્ષુ સાધિક લાખ ચેાજન દૂર રહેલા પાતાના વિષયને ગ્રહણ કરી શકે છે; અને ખાકીની ત્રણ ઈંદ્રીએ નવ નવ ચેજતથી આવેલા પોતપોતાના વિષયાને ગ્રહણ કરે છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રીઓના ઉત્કૃષ્ટ વિષય છે. અહીં કોઇ શંકા કરે કે
ચક્ષુ વિનાની ચાર ઇદ્રીએ તે પ્રાપ્યકારી છે તેા પછી તમે કહેલા પ્રમાણ કરતાં દૂરથી આવેલા વિષયને પણ ગ્રહણ કરવામાં તેને અડચણ જણાતી નથી; તેથી તમે ખારોજન વિગેરેનું પ્રમાણ ખાંધ્યુ તે નિષ્ફળ જણાય છે; કારકે તેનામાં તે પ્રાપ્ત સબધવાળા સર્વ પદાર્થના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે; તેને નજીક કે દૂરથી આવેલા સાથે કાંઇ સબ્ધ નથી. ”. એના ઉત્તર એ છે કે-શબ્દાદિના પુગળે! જે ઉપર કહેલા પ્રમાણ કરતાં વધારે દૂરથી આવે તે સ્વભાવેજ એવા મઢ પરિણામવાળા થઈ જાય છે કે તે પોતપોતાના વિષયનુ જ્ઞાન આપવાની શક્તિવાળા રહેતા નથી, તેમજ ઇંદ્રીઓમાં પણ સ્વભાવેજ તેને ગ્રહણ કરવાની શક્તિ નથી; તેથી ચાર ઇદ્રીઓને પ્રાધ્યકારીપણું છતાં પણ ઉપર જે વિષયનો નિયમ તાન્યેા છે તે યોગ્ય છે. ચક્ષુમાં પણ તેના વિષયથી દૂર રહેલા દ્રવ્યને જાણવાની શક્તિ ન હોવાથી તેને માટે આંધેલે નિયમ પણ યુક્ત છે.
છા, નાશિકા ને સ્પર્શેન્દ્રિય અદ્ધસૃષ્ટ દ્રવ્ય ગ્રહણ કરે છે, કર્ણ પૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે; અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે. આત્મ પ્રદેશોએ આત્મરૂપ કરેલું તે અદ્દે કહેવાય છે. અને શરીરપર રજની પેઠે જે ચાંટેલુ
For Private And Personal Use Only