Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ ખાતે મળેલ બી સંઘ મહાન મેળાવડો. ૩૨૭ સમુદાયમાંથી શોધી પ્રતિનિધિ તીર્થપેઢી ઉદ્ધરે, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તીર્થનું રક્ષણ કરે. પંજાબ ને બંગાળ ગુર્જર કચ્છ મરૂ મેવાડથી, શ્વેતામ્બો મહારાષ્ટ્ર મુંબઈ હિંદ કાઠિયાવાડથી; શ્રીસંઘ પરિષદમાં પધાયાં પ્રેમથી સજજન નો, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપ તીર્થનું રક્ષણ કરે. ગત તીર્થ વાળે આણ પાળો જિનાગમની સર્વદા, જિનભુવન જીદ્ધાર જ્ઞાનોદ્ધાર કરી લે સંપદા; નરભાવ અને પરભવ સુધારા વિજય વસુધા વિસ્તરો, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તીર્થનું રક્ષણ કરો. કાંઈ ખેંચતાણનકીજીએ મત દીજીએ મહાશય ખરે, નિજ બુદ્ધિબળતન મન અને ધન ભ્રાતૃભાવે વાવરે; શુભ છંદ સાંકળચંદ કહે ફરી બંધ બાંધે પાધરે, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તિર્થનું રક્ષણ કરે. મંગળાચરણ થઈ રહ્યા બાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વ્યવસ્થાને અંગે સને ૧૮૮૦માં રીતસરનું બંધારણ કરવામાં આવ્યું તે વખતે વહીવટ કરનાર પ્રતિનિધિઓને જે સ્થિતિમાં વહીવટ સોંપવામાં આવ્યો હતો તેનું સરવૈયું સંવત ૧૯૬૬ની આખર સુધીનું વાંચવામાં આવ્યું હતું, અને ત્યાર પછીના દરેક વર્ષના સરવેયાં તયાર રાખેલાં હતાં છતાં વધારે વખત ન જાય તેટલા માટે સંવત ૧૯૬૬ ને ૬૭ની આખરના રવૈયાં વાંચવામાં આવ્યાં હતાં. સંવત ૧૯૯૮ની આખરનું સરંવૈયું તયાર થયેલ ન હોવાથી વાંચવામાં આવ્યું ન હતું. વાંચેલા સરવિયાનો સાર એ હતું કે-“રાને ૧૮૮૮માં એટલે સંવત ૧૯૩૬ની આખરે સુમારે અગ્યાર લાખની મિલકત સેંપવામાં આવી હતી, તે સંવત ૧૯૬૭ની આખરે ૩પ થી ૩૦ લાખ જેટલી થઈ હતી એટલે એકંદર સ. ૧૯૬૮ શાલને વધારો ગણતાં રપ થી ર૬ લાખ જેટલો વધારો થયે હ” અને છેવટના સરવૈયા ઉપરથી જણાતું હતું કે “તમામ સીલીક પ્રાણીસરીન અથવા સધર જામીનગીરીવાળી બે કે માંજ રોકવામાં આવી હતી. બીજી કોઈ પણ ખાતામાં કે કોઈ પણ મીલમાં કે કોઈને પણ અંગ ઉધાર આપવામાં આવી નથી એટલે તે સંબંધમાં બોલાતી અફવા તદન ગળત હતી એમ જણાયું હતું. ” ઉપર પ્રમાણેનાં સરવેયાં વિગેરે વાંચવાથી શ્રી સંઘને ઘણો સંતોષ થયો હતો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44