Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - વિચાર તેવું પરિણામ. ૩૨૩ विचार तेवू परिणाम. ૧ તમારા આનંદમાં તમે વૃદ્ધિ ઇચ્છશે, એટલે તમને તે વધારે મળશે. ૨ આપણુ દુઃખને મોટો ભાગ “આપણે કેટલા બધા દુઃખી છીએ” તેવા વિચારથી જ ઉત્પન્ન થાય છે. ૩ જેમ જેમ એક નબળાઈ અથવા ખોટા કાર્યના તમે વધારે વિચાર કરશે તેમ તેમ વધારે દ્રઢતાથી તે તમને વળગશે. જ જ્યારે તમને શ્રમ લાગે છે, ત્યારે તમે કેટલા બધા થાકી ગયા છે તેને વિચાર કર્યા કરશે તો તમે વધારે શ્રમિત થશે. ૫ જે મનુષ્ય દરેક ક્ષણે “હું કેટલો બધો નબળો થઈ ગયે હું ” તે વિચાર ક્યાં કરે છે તે વધારે નબળા થતા જાય છે. ૬ મનમાં ને શરીરમાં જે કોઈ બાબત તરફ તમે લક્ષ ખેંચે છે અને વિચાર કરે છે તે બાબત વધારે દ્રઢ થતી જાય છે. ૭ જીદગીમાં જે ઉત્તમ કાર્યો કર્યા હોય અથવા અન્ય મનુષ્યએ કરેલા અનુભવ્યા હોય તેના જેમ જેમ તમે વખાણ કરશો અને વારંવાર તેને વિચાર કરશો તેમ તેમ તેનાથી વધારે ઉત્તમ કાર્યો કરવા તમે પ્રયત્નશીલ બનશે તમારું લક્ષતેવા ઉત્તમ કાર્યો તરફ દેરાશે. ૮ જેમ જેમ “સદગુણ થવું તે કેવું ઉમદા અને ઈચ્છવા લાયક છેતેનો તમે વિચાર કરશે તેમ તેમ સદ્ગુણસંપન્ન થવા વધારે ગ્યતા તમે પ્રાપ્ત કરશે. ૯ તમારા શરીરના જે કોઈ ભાગની મજબૂતાઈ માટે તમે વારંવાર વિચાર કરશે. તે ભાગનું બળ તમે બેવડું કરી શકશે. ૧૦ જ્યારે કોઈ પણ બાબતથી તમે નારાજ થયા છે, ત્યારે જેમ જેમ તેનારાજી માટે તમે વધારે અને વધારે વિચારશે તેમ તેમ તમે વધારે નારાજ થશે. ૧૧ તમારા સહવાસીઓના દુર્ગ તરફ જો તમે વારંવાર લક્ષ ખેંચશે –તેનો વિચાર કર્યા કરશે તો તે દુર્ગુણોને તમારામાં પ્રાદુર્ભાવ થતાં વાર લાગશે નહિં, માટે તમારા સહવાસીઓના સગુણ તરફજ લક્ષ ખેંચશે અને તેને માટે જ વારંવાર વિચાર કરશે. ૧૨ જે તમારું નશીબ તમને સારું લાગતું ન હોય તે “હું ખરાબ નશીબવાળ છું, મારી આશા સંપૂર્ણ થતી જ નથી” તેવા બેટા અને નકામા વિચાર કરવાથી તમને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરશે માટે ખેટા વિચારથી મગજને ભરવાનું ભૂલી જઈ સુવિચારેજ સેવ જે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44