________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
. ધર્મ કાશ. શુકના કહા પ્રમાણે મુખ્ય અસરાના નીલ વસે ઉપાડ્યાં. પાછી જિનમંદિરમાં પેહી અને દ્વાર અંદરથી બંધ કર્યો. ભગવંતનું શરણું લઈ અંદર સંતાઈ રહી અને પોતાના મનમાં હવે કાર્ય સિદ્ધ થયું એમ માનવા લાગી. “પ્રયત્ન પુરૂવાધીન છે, લાભ લાગ્યાધીન છે.”
અસરાએ વાવડીમાં અનેક પ્રકાર કિડા કરવા સાથે સેનાન કરી રહી એટલે બધી બહાર નીકળી. અને પિતાપિતાના ૧ ઓળખીને પહેરી લીધાં. મુખ્ય પિતાના નવા વસૅ શોધવા લાગી, પણ તે હાથ ન લાગવાથી તેણે પિતાની સખીએને કહ્યું કે “કેઈએ હાંસી કરીને મારા નીલવસ્ત્ર લીધાં હોય તો તે આપ.”બીજી
અસરાઓ સેગન ખાઈને બેલી કે—“અમે કોઈએ આપનું વસ્ત્ર લીધું નથી. વળી અમારાથી તમારી હાંસી કરાયજ કેમ? તમે અમારા સ્વાગિન છે તે તમારી સાથે એવું હસુ અમે કેમ કરીએ? માટે તમે અમારા ઉપર બીલકુલ શંકા રાખશો નહીં પણ અમને એક શંકા પડે છે કે—આપણે સ્નાન કરવા ગયા ત્યારે જિનમંદિરના દ્વાર ઉઘાડાં હતાં અને હમણું બંધ છે. તેથી આપના વસ્ત્ર લઈને કોઈ અંદર પેઠું હશે.
આ વાત સિાના ધ્યાન માં ઉતરી એટલે તે બધી દેરાસરના દ્વાર પાસે આવી અને મુખ્ય બોલી કે “દ્વાર ઉઘાડે, અંદર કોણ છે? જે હોય તે બહાર આવે. રાત છેડી રહી છે કે અમારે બહુ દૂર જવાનું છે. વળી અમારાં દેવતાનાં તો મનુષ્યને કામ આવે તેમ નથી. તમે અમારું નાટક જેવું જણાય છે તે નાટક જોઈને જાણે તમે અમને વસ્ત્રનું દાન આપ્યું એમ માનશું પણ હવે વાર ન લગડો, કદિ તમારે કોઈ કાર્ય કરાવવાનું હોય તે કહે, જે હશે તે કરી આપશું. અંદર સ્ત્રી છે કે પુરૂષ છે, જે છે તેને અમારું વચન આપીએ છીએ માટે હવે બાટી ન કરો.” આવાં મુખ્ય અસરાનાં વચનો સાંભળીને તરતજ વીરમતિ દ્વાર ઉઘાડી બહાર નીકળી. તેને જોઈને તે એક સ્ત્રી હોવાથી અપસરાએ આશ્ચર્ય પામી, વિરમતિ બોલી કે “તમારાં વર્ષ હું પછી પાછા આપું, પ્રથમ મારું કાર્ય સિદ્ધ કરી આપ.” રાખ્યા બોલી કે—-“વશ્વ ભલે પછી આપજે, તારું કાર્ય શું છે તે કહે.” વીરમતિ બોલી કે—-“મારી શયને ચંદ્રકુમાર નામે પુત્ર છે, મારે પુરા નથી. માટે મને પુત્ર આપે. હું શુકના વચને અહીં આવી હતી અને આપના વસ્ત્ર | લીધાં છે. મારો અપરાધ થે હોય તે ક્ષમા કરો. મારા હૃદયમાં જે વાત હતી તે મેં આપની પાસે પ્રકાશિત કરી દીધી છે.”
વીરમતિની આવી માગણી સાંભળીને મુખ્ય અવધિજ્ઞાનવડે જઇને બેલી કે- “હે વીરમતિ ! તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી તેને પુત્ર તે નહીં થાય, પણ
For Private And Personal Use Only