Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pl1 ના રાસ - {! ! ! શાર. ૨૦૭ હું તને આકાશગામિની, શત્રુબળહરણ, વિવિધકાર્યકરણ, જળારણ વિગેરે વિદ્યાઓ આપું, તે તું સિદ્ધ કરજે તેથી રાજય પણ તારૂં થશે, જે મારી થશે અને ચંદ્રકુમાર પુત્ર પણ તારે આધીન થઈને રહેશે. તું એમ માનીશ જ નહીં કે આ પુત્ર બીજને છે–તારે જ છે એમ માનજે. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે તું એ પુત્રને કિંચિત્ પણ દુઃખ ન આપીશ. તારો પુત્ર હોય એમ પાળજે, તે તેથી તને કાયમ સુખ પ્રાપ્ત થશે; પરંતુ જે તે દુઃખ આપીશ તો પરિણામ સારું નહી આવે.” વીરમતિએ આ પ્રમાણેનાં વચન સાંભળીને તે અંગિકાર કર્યો અને તેણે આપી તે વિવાઓ ગ્રહણ કરી. પછી વસે પાછાં આપ્યાં એટલે અપસરાઓ, પણ પોતાનાં વસ્ત્રો પહેરી પિતાને પાનકે ગઈ. વીરમતિ પ્રભુને નમરકાર કરી વિદ્યા ગ્રહણ કરીને ઘરે આવી. આ વાતની રાજાને કે કોઈને ખબર પડી નહીં. પછી વીરગતિએ તે સર્વ વિદ્યાએ ક ક સાધવા માંડી. સન વિવા સિદ્ધ થઈ એટલે તેના મનમાંથી દુઃખ માત્ર નાશ પામ્યું અને તે આનંદથી વહેવા લાગી. અહીં બીજું પ્રકરણ સમાપ્ત થાય છે. હવે આ તિવાને તે કે ઉપયોગ કરે છે તે આપણે આગલા પ્રકરણમાં જોવાનું છે. હાલ તો આ પ્રકરણ પરથી સાર શું પ્રહણ કરવાને છે તે ટૂંકામાં અવલોકન કરીએ. કારણ કે જે કઈ પણ કથાને સાર ગ્રહણ કરવામાં ન આવે તેને કહી સાંભળી વૃથા છે. જેટલી કથાઓ શાસ્ત્રમાં દાખલ કરેલી છે તે બધી સાર ગ્રહણ કરવા માટે જ છે. બીજા પ્રકરણને સાર. જયાં બે છીએ અથવા તેથી વધારે સ્ત્રીઓ હોય છે ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થયે પણ નિશ્ચિત થઈને બેસી રહેવાનું નથી, એક ચિંતા ઘટે છે પણ બીજી વધે છે. એવા પ્રસંગમાં તે પુત્ર કે જાળવો પડે છે તેની ખબર તેના અનુભવીઓને જ પડે છે. શકયના પુત્રને અપર માતા શું શું ન કરે તે કહી શકાતું નથી. તેને માટે અનેક પ્રકારના કામણ મને થાય છે. તે પુત્ર ન્યાધિગ્રસ્ત થાય, ગાંડો થઈ જાય અથવા શરીરે ખોડ ખાંપણુવાળો થાય તે માટે બની શકે તેટલાં પ્રયત્નો થાય છે. રાજકુળમાં બહુ થાય છે તે ગૃહોમાં આછા થાય છે, પણ થાય છે તો ખરાં. આવાં કારણથી જ ચંદ્રકુમારને જાળવવા માટે તેની માતાને અને રાજાને બહુ સંભાળ રાખવી પડતી હતી. અહીં પુત્ર વિનાની અપર માતાઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે-જે પિતાને પુત્રસુખ મેળવવાની અભિલાષા હોય છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34