Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૮ શ્રી જનધર્મ પ્રકાશ, ધોધ, (અનુંસંધાન પૃષ્ઠ ૨૫ થી.). સંસ્કૃત કેળવણી: સંસ્કૃત કેળવણીની બહુજ જરૂર છે. આપણા ધર્મશાસ્ત્ર અને તે પરની ટીકાઓ ઘણી ખરી સંસ્કૃત અને ભાગધીમાંજ છે. આ કેળવણી હાલમાં બહુ ઓછી થઈ ગઈ છે. શ્રાવકે તો સંસ્કૃતને જરા પણ અભ્યાસ કરતા નથી સંસ્કૃત કેળવણી માગેપદેશિકા, મંદિરાંત પ્રવેશિક દ્વારા લેવાય છે અથવા સંસ્કૃત વ્યાકરણદ્વારા લેવાય છે. પ્રથમ પદ્ધતિ પ્રમાણે ભણનાર અપૂર્ણ રહે છે, પણ શ્રાવક વર્ગને થોડા વખતમાં આ રીતે ભણવું સારું છે. પ્રાચિન પદ્ધતિમાં જ્ઞાનદઢ થાય છે, પણ વખત વધારે જાય છે. શ્રાવકેમાં આ કેળવણી તદન નહિ જેવી થઈ ગઈ છે. સાધુએમાં પણ કાવ્ય, કોષ, ન્યાયમાં નિપુણ બહુ થોડા રત્નો મળી આવે છે. સંસ્કૃત ભાષાનું બીજ કોઈ પણ ભાષા કરતાં ઉચુ અને વિસ્તારવાળું છે. વચ્ચેના વખતમાં જે મુસલમાનોએ અનેક ભંડારનો નાશ કર્યો ન હોત તો આજ તે ભાષાનું સાહિત્ય બહુજ સારો દેખાવ કરી શકત. છતાં પણ હજુ કાળના પ્રભાવ પ્રમાણે જે રહી ગયું છે તે પણ સામાન્ય વ્યકિતઓ માટે બહુ છે. આવી ઉત્તમ ભાષાનો અભ્યાસ તજી દેવામાં મુખ્ય ત્રણ કારણો છે. ભણનારાઓમાં ઉત્સાહની ગેરહાજરી, ધનવાનોનું મદદ કરવામાં પછાત પણું અને ભણાવનારની ગેર હાજરી અથવા જે ભણાવનારા મળી શકે તે તેનાં સાધનોને અભાવ. આ ત્રણે કારણે એ બહુ અસર કરી છે. અને તેથી સંસ્કૃત અભ્યાસ બહુ અટકી પડે છે. સંસ્કૃત અભ્યાસમાં અત્યારે એવી ખરાબ સ્થિતિ થઈ પડી છે કે સાધુઓને બ્રાહ્મણ પાસે અભ્યાસ કરવો પડે છે. જૈન શાસ્ત્રમાં એક નિયમ છે કે ગુરૂનું બહુમાન કર્યા વગર જ્ઞાન પાપ્ત થતું નથી. પગારદાર શાસ્ત્રી રાખી તેની પાસે ભણનારમાં તેના તરફ ગુરૂબુદ્ધિ રહેતી નથી; પણ તેને એક નોકર ધારવામાં આવે છે અને ભણાવનારને પણ બહુધા પૈસા તરફ જ દષ્ટિ હોય છે આ કારણથી અભ્યાસમાં જોઈતો વધારો થઈ શકતો નથી. આજ જગાએ જે શ્રાવક વિદ્વાનો હેય તે બહુ ફેર પડે. તેઓ તનમનથી જે મહેનત કરે તેનું પરિણામ સારૂં જ આવે. વળી પુસ્તકમાં શબ્દાર્થ ઉ. પરાંત ગંભીર રહસ્ય રહેલું હોય છે જેને સાંપ્રદાયિક જ્ઞાન (traditional knowledge) કહે છે, જે ગુરૂ પરંપરાએ ચાલ્યું આવે છે. આવું જ્ઞાન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32