________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપસ્થાનક
ર૬૭ માનવું વિચાર કરતાં પ્રમાણભૂત લાગતું નથી. ત્રણ ગવડે બાંધેલા પાક પિનો વિનાશ કરવા માટે ત્રણે વેગેની જરૂર છે, તે આમાં તો માત્ર વચન ટેગ એકલે અને તે પણ અસ્તવ્યસ્ત પ્રવર્તે છે તો તેથી આખા દિવસમાં બાંધેલા પાપકર્મને ક્ષય શી રીતે થાય.
અઢાર પાપસ્થાનકોનો ક્ષય કરવા માટે પ્રથમ તે પાપને એળખવા જોઈએ, સમજવા જોઈએ, પછી તે પાપ આખા દિવસમાં પિતાને લાગ્યા છે કે નહીં તેને વિચાર કરવો જોઈએ. વિચાર કરતાં જે જે પાપ લાગ્યા હોય તે તે પાપ સંબંધી લાગ્યાના પ્રમાણમાં શુદ્ધ અંત:કરણથી પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેનો મિચ્છામી દુક્કડ આપવો જોઈએ. આમ કરવાથી કેટલેક અંશે (પર્વશે નહીં ) તે પાપોથી છુટકારો થવાનો સંભવ છે.
આ ક્રિયા શાસ્ત્રકારે પ્રતિક્રમણ કરનાર માટે જ બતાવી છે એમ નથી; પણ પ્રતિક્રમણ ન બની શકે તેમ હોય તે તે સિવાય પણ આ પાપ સંબંધી વિચારણા કરીને પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેને મિચ્છા દુક્કડને દરરોજ દરેક શ્રાવકે આપવો જ જોઈએ. આ કાંઈ વેઠ કરવાની નથી કે વેઠને વારે ચુકવવાનો નથી; આતો મહામેટા નુકશાનમાંથી બચવાને ઘણો સહેલો ને સતે ઉપાય છે. જે એ પ્રમાણે કરવામાં ન આવે તે તેવી રીતે લાગેલાં પાપ આગામી ભવે ભેગવવાં પડે છે ત્યારે બહુ મુશ્કેલ થાય છે.
મિચ્છાદુ દેવાથો સર્વશે તે તે પાપોથી છુટકારે થતું નથી એમ ઉપર સૂચવ્યું છે તેનું કારણ એ છે કે જેવા પ્રમાણમાં પાપ લાગેલ હોય તેટલા પ્રમાણમાં તેનું નિવારણ થવું જોઈએ, તો જ તે તે પાપથી છુટા થવાય. દષ્ટાંત તરીકે વિચારે કે-તીવ્ર માઠા અધ્યવસાયથી કોઈ જીવની વિરાધના કરી હોય, અથવા કોઈ માણસ પ્રાણ સદેહમાં આવી પડે એવા પ્રકારની પેટી સાક્ષી પૂરી હેય અથવા કોઈ કૃપણ માણસની પ્રા
થી પણ વધારે વહાલી લક્ષ્મીનું હરણ કર્યું હોય કે કઈ સુશિલા સ્ત્રીનું બળાત્કારે શિયળ ભંગ કરેલ હોય તેવા પાપને માત્ર મિચ્છાદુક્કડ દેવાથી નિરાસ ન થાય. તેને માટે તે ગીતાર્થ ગુરુ પાસે જઈ, પિતાનું પાપ પ્રગટ કહી બતાવી, શુદ્ધ અંતઃકરણથી તેનું પ્રાયશ્ચિત્ત માગવું જોઈએ અને ગુરૂમહારાજ જે પ્રાયશ્ચિત્ત આપે છે તે જ પ્રમાણે કરવું જોઈએ. આમ કરવાથી તેવા પાપથી છુટવાપણું થાય છે. તેમાં પણ કેટલીક વખત પાપ
For Private And Personal Use Only