________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ. બીજા અધ્યાત્મ તથા ઉપદેશના અને દ્રવ્યના સ્વરૂપવાળા ગ્રંથ વિગેરેનો સમાવેશ થાય છે. આ બાબતને અભ્યાસ બહુ પછાળ સ્થિતિમાં છે. સાધુઓમાં આગમનું જ્ઞાન ધરાવનારા બહુ ઓછા છે. અન્ય શાસ્ત્રનો અભ્યાસ શ્રાવકમાંથી ઓછો થતો જાય છે, અને હજુ સુધીમાં વધતો હોય એવું એક પણ સંગીન ચિન્હ દેખાતું નથી. ઉપયોગી ગ્રંથ છાપીને મૂળ રૂપે બહાર પાડવાની જરૂર છે. જ્ઞાનોદ્ધારના વિષય પર ખાસ લેખ લખવાની આવશ્યકતા છે.
ગણિતાનુયોગને અભ્યાસ તે તદન દેખાતો નથી. અત્યારે ગણિત સંબંધી ઘણા સવાલો અંધારામાં જ રહેલા જણાય છે. આ સર્વ બાબતો પર સારી રીતે વિચાર કરવો જોઈએ.
ઉપરની હકીકત ધ્યાનમાં રાખી જીવનનો હેતુ ઉચ્ચતર કરવા માટે, મનની વિશુદ્ધિ માટે અને મનુષ્ય જીંદગી મળી છે તેને સફળ કરવા માટે કેળવણી લેવાની જરૂર છે. મુળ વિષય ઉપર આવીએ તો જ્ઞાન ગુણ પ્રગટ કરવાની જરૂર છે. આ પ્રમાણે ધાયેઃ પ્રવાહો રિ. એટલું વાકય સાર્થક કરવું એવી નમ્ર પ્રાર્થના છે.
મિક્તિક
पापस्थानक.
દરેક જૈનબંધુઓને માટે જે આવશ્યક ક્રિયા બતાવવામાં આવી છે તેમાં સવારે ને સાંજે અઢાર પાપસ્થાનક આવવામાં આવે છે. બહેને ભાગે દરેક શ્રાવક કે શ્રાવિકા એ વખતે અઢાર પાપસ્થાનકોના નામ માત્ર ભણું જાય છે; પરંતુ તે તે પાપ આખા દિવસમાં એક વખત કે વધારે વખત પિતાને લાગ્યા છે કે નહીં તેનો બીલકુલ વિચાર પણ કરતા નથી. એટલું જ નહીં પણ પ્રતિક્રમણ ભણાવનાર કે અન્ય જે કઈ એ અઢાર પાપથાનના નામે બોલી જાય છે તે ધ્યાનપૂર્વક સાંભળવાની પણ તસ્દી કેટલાક તે લેતા નથી. માત્ર છેવટે તે પાપ સ્થાનમાંથી જે કઈ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમેધાં હોય તેનો મિચ્છામી દુક આપે છે. કેટલાએક તે આ વાકય રચના પણ શૂન્ય ચિત્તે બલી જાય છે અને કેટલાક તેથી પોતાને લાગેવાં પાપને વિનાશ થયાનું માને છે આ તેઓનું
For Private And Personal Use Only