Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરચાપત્ર, ૨૮૫ જનાચાર્યો અનેક સ્થાનકે દષ્ટાંત તરિકે લોકીક શાકત હકીકતને પણ મૂકે છે, તે પ્રમાણે આ સ્તવનોમાં ઉપાધ્યાયજી મહારાજે પણ મૂકેલ છે તેથી તે ઉત્તર ન આપતાં ન્યાયને ઉત્તર આપેલ છે તે ઉપાધ્યાયજી મહારાજની અવજ્ઞા કરનાર છે એટલું જ નહીં પણ અસત્ય છે. કારણ કે તેમણે સમુદ્રની ભરતીનું કારણ ઘનવાત તનુ વાત લખેલ છે. ઘ વાત તમે વાત તો સાતે નર્ક પૃથ્વીના દરેકના નીચેના ભાગમાં છે, કાંઈ સમુદ્રમાં નથી. લવણ સમુદ્ર માંહેના પાતાળ કળશાની અંદર ઘનવાત તનુવાત છે, અને તેના ઉછળવાથી સમુદ્ર વધે છે એમ ધારી ઉત્તર લખ્યો હોય તો તે અજ્ઞાનજન્ય ઉત્તર છે, કારણ કે પાતાળ કળશામાં ઘવાત તનુવાત નથી, પણ સામાન્ય વાયુ પ્રથમના તેના નીચેના ત્રીજા ભાગમાં છે, મધ્યના ત્રીજે ભાગમાં વાયુ જળમિત્ર છે અને ઉપરના ભાગમાં માત્ર જળ છે. જાઓ લઘુ ક્ષેત્ર સારા પ્રકરણ ગાથા ૨૦૨ – ૩ આ પ્રમાણે છતાં ઉપયોગ દીધા વિના મિશ્યા ઉત્તર આપેલ જવાથી આ લેખ લખવો પડે છે. તેજ “જેને પત્રના સદરહુ અંકમાં જ પ્રશ્ન ૧૩ મું દ્વારામતીમાં પ૬ કુળકેટી યાદવો કેમ સમાયા? તેના ઉત્તરમાં પણ ભૂલ કરી છે. પ્રથમ તો કુવકેટી શબ્દના અર્થનું શાસ્ત્રોક્ત સ્પષ્ટીકરણ કર્યું નથી. અને છપનઝેડની સંખ્યા સ્વીકારી બાર એજન લાંબી ને નવ યોજન પહોળી દારામતીના ૧૦૮ રસજન થાય તેમાં તેટલા યાદવે સમાઈ જવાનું સ્વીકાર્યું છે. તદુપરાંત એક એજનના ચાર ગાઉ ગણું ૪૩૨ ગાઉનું ક્ષેત્રફળ થાય એમ સમજાવ્યું છે. આ ગણત્રી કરતાં બાલ્યાવસ્થામાં ભણેલ ગણિત ભૂલી ગયા જણાય છે, કારણ કે બાર એજન લાંબી ને નવ જન પહોળી ધારામતીના ચોરસગાઉ કરવા હોય તો ૧૭૨૮ થાય છે. આવી ભૂલ થવાનું કારણ કાંઇપણ ચેકસ સમજી શકાતું નથી, પરંતુ ગુરૂભકિતની શિથિળતા કારણભૂત હોવાનું સંભવીત છે. અગાઉના પ્રશ્નોત્તરમાં સુરસુંદરી ને અસરકાર કોણ હતા ? તે ઉત્તર પણ ઉડાવનારે દેવો પડ્યો છે તે માત્ર આવરણોદયજન્ય ક૯પી શકાય છે. આ બાબતમાં હાલ વધારે લખવાની આવશ્યકતા નથી, પરંતુ એવી આશા રાખું છું કે હવે પછી જે ઉત્તર આપવામાં આવશે તે બહુ વિચારીને જ પાપવામાં આવશે. જેન સેવક ગીરધર હેમચંદ પાટણ, . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32