________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
શ્રી જેનેધમ પ્રકાશ ડીઓ સમજી શકે તેવી વાર્તાઓ કહેવી અને બેલાવવી. બીજે વરસે ની. તિની કહેવત પર વ્યાખ્યાન આદિ વાંચીને દઢ ઠસાવવાં. ત્રીજે વરસે સતી. ઓનાં ચરિત્રો કહેવાં અને સાથે પ્રતિક્રમશું અર્થ સહિત શરૂ કરાવવા. આવી રીતે પાંચ વરસની આખરે અભ્યાસી બાળા નીતિના તરવાથી સં. પૂર્ણ બનાવી જોઈએ. અને પંચપ્રતિક્રમણ વિગેરે આવસ્યકનું અર્થ સહિત જ્ઞાન થવું જોઈએ. પાંચ વરસમાં આટલો અભ્યાસ બહુ નહિ થઈ પડે; કન્યાશાળામાં ફી લેવી નહિ અને પ્રસંગોપાત ઇનામના મેળાવડા, સ્કોલરશીપ વિગેરે દ્વારા સારી રીતે અભ્યાસ કરનાર બાળાઓને ઉત્તેજન આપવું.
- સંગીન પાયા પર અપાયેલી કેળવણી કદી પણ નિષ્ફળ જતી નથી. ઉપરના વિચારો સૂનારૂપે છે "ણ તે બની શકે તેવા છે. તેમાં પિસ દરની મદદની જરૂર છે પણ સ્ત્રી કેળવથી આખો સંસાર સુધરી જશે. આવી રીતે કેળવાયેલી સ્ત્રી પત્ની, માતા, અને વડીલ તરીકે નામ કાઢશે અને વ ખત કેમ ગાળ તે તેને બહુ સહેલો સવાલ થઈ પડશે. “ચાર ચુડલા ભેગા થવાથી ઘર ભાંગવાને બદલે જ્ઞાનગોષ્ટિ કરશે અને ગૃહ વ્યવસ્થામાં પુરૂષને ધ્યાન આપવાની જરૂર પડશે નહિ. હાલ આ સુખી સ્વમ છે પણ કદાચ ચીર પ્રવર્તતી ઉંઘમાંથી મારા બંધુઓ જાગૃત થઈ જાય તો સ્વમ પણ સાચું થઈ જાય. કેઈપણ યોજના અમલમાં આવે નહિ તે દરમ્યાન ચાલુ પદ્ધતિ પ્રમાણે પણ સ્ત્રીને કેળવણી દરેક માબાપે આપવી અને ઘરે પતે તસ્તી લઈ નીતિના મૂળ તો તેના મનપર ઠસાવવા. અને ગુજરાતી ભાષામાં સ્ત્રી ઉપયોગી ઘણું ઉત્તમ ગ્રંથે છે તે તેને સમજાવવા.
ધાક કેળવણી: આખા વિષયનું મધ્યબિંદુ આ જ્ઞાન છે. સર્વ પ્રકારની કેળવણી આપવામાં ધાર્મિક જીવન ઉજત થાય; મનુષ્યોના આચાર-વતેન ઉચ્ચતર થાય; ધાર્મિક વૃતિઓ સ્પષ્ટ રીતે દીગંતમાં દેખાય એ જ હેતુ છે. અને એ હેતુ વગરની કેળવણી કેવળ ઉદર પોષણ નિમિત્તજ થાય છે. ધાર્મિક કેળવણીની આવશ્યકતા સંસ્કૃત કેળવણી પર લખતાં બતાવી છે તેથી અહીં વધારે લખવાની જરૂર નથી. આ વખતમાં આ બાબત પર ધ્યાન મંદ થતું જાય છે, એ લોકોની હી-પુણ્યતા અને આગામી અધોગતિ સૂચવે છે. આ બાબતમાં સ્વાર્થને ત્યાગ કરી પરમાર્થ જે ઉચા પ્રકારને સ્વાથજ છે તે ગ્રહણ કરવાની આવશ્યકતા છે. , ધાર્મિક કેળવણીમાં હાલમાં પ્રાથમિક કેળવણી તરીકે પાંચ પ્રતિક્રમણ મુખ પાડે કરાવવામાં આવે છે. આની સાથે જ જે અર્થનું જ્ઞાન કરાવાય
For Private And Personal Use Only