Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબોધ, ર૭૨ આવી બાબતો પર હવે ધ્યાન આપવાની જરૂર છે. કન્યાશાળાઓમાં સરકારે આવા વિષયો દાખલ કરવા માંડ્યા છે. આ તરફ દરેક શહેરના આગેવાનનું ધ્યાન ખેંચાવાની જરૂર છે. • સ્ત્રીઓને ઇગ્લિશ કેળવણી આપવી કે નહિ એ ચર્ચાનો સવાલ છે. આ બાબત ઉપર વિચાર ચલાવવા આપણી કેમ હજુ તૈયાર નથી. હાલ તુરત સ્ત્રી ઉપયોગી વિષે શીખવવાની ખાસ જરૂર છે. હાલમાં બાળાને તેર વૈદ વરસે પરણાવવાનો લોકોનો વિચાર હેવાથી તે વખતમાં કેટલું જ્ઞાન આપી શકાય તેને વિચાર ચલાવી કેળવણી આપવી જરૂરી છે. જોકે તેવી કેળવણીનો બહુ લાભ લેશે. સ્ત્રી કેળવણી ઉપર પૂરતું ધ્યાન અપાવાયો આપણી ભવિષ્યની પ્રજા સુધરશે, જેથી તે બાબતમાં સવાર ૩પ લેવાની બહુ જરૂર છે. સ્ત્રી કેળવણીની ચાલુ પદ્ધતિએ જોઈએ તે જવાબ આપ્યો નથી એમ જ્યારે જણાય છે ત્યારે સ્ત્રી કેળવણી કેવી જોઈએ તે પર વિચાર કરીએ. પ્રાથમિક કેળવણી માટે એક યોજના વિચારવા જેવી છે. ચાલુ રિવાજને માન આપીને સ્ત્રીઓની કેળવણું તેર વરસમાં પૂરી કરી શકાય એવું ધોરણ રાખ્યું હોય તે ઘણા માણસો આ બાબતમાં સપક્ષ થાય. વળી આ છેડા વખત દરમ્યાન સ્ત્રીને ઉપયોગી બાબતોનું સામાન્ય જ્ઞાન પણ તેને મળવું જોઈએ. નીચેની યોજનાથી આ હેતુ કાંઈક પાર પડશે. અગર જો કે આ જના સૂચનારૂપ છે, પણ કઈ લીટી પર કામ કરવું તે તેમાંથી તુરત માલુમ પડશે. છોડીઓને સાત વરસની ઉમ્મરે નિશાળે મુકવી. નિશાળને વખત ત્રણથી ચાર કલાકને જ રાખો. આ વખત મધ્યાન્હ ૧૨ થી ૩-૪ સુધીને રાખો. આ વખત રાખવાથી બાળા પોતાની માને ઘરના કામમાં પણ મદદ કરી શકે. નિશાળમાં પ્રાથમિક અભ્યાસ પાંચ વરસમાં પૂરે કરાવવો. આ દરમ્યાન તેને ગુજરાતી તથા શાસ્ત્રી સારી રીતે વાંચતાં શિખવવું, સાથે ઘરનું નામું રાખી શકે તેવી ગણતની કેળવણી આપવી. આ ઉપરાંત ભરવાનું, શીવવાનું, અને લૂગડાંનું માપ લેવાનું, દાણા પારખવાનું અને રસોઈ કરવાનું શીખવવું તથા બાળકને ઉછેરવાનું અને સામાન્ય ઔષધજ્ઞાન વિગેરે ગૃહ ઉપયોગી સર્વ બાબતો શીખવવી. સર્વથી વધારે અગત્યનો વિષય ધાર્મિક કેળવણીનો છે. પહેલાં વરસમાં દરરોજ એક કલાક નીતિના વિષય પર છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32