Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ શ્રી જનધર્મ પ્રકાશ. પાઠશાળા પૂરી પાડશે આવું બધું થશે પણ મોટી વાત રહી ગઈ. પૈસા ગૃહ ! આવા ચિતરેલા સુંદર સ્વપ્ન પછી તમને કેથળી ઉપર હાથ નાંખવાનું કહેવું પડશે ખરૂં. ખરેખર આ બાબત એવી ઉત્તમ છે અને તે બાબતમાં સર્વ ભાઈએ ને એક મત એવો અનુકુળ છે કે પૈસાની મદદ આપવા માટે જેનોને કહેવું પડે એજ જરા વિચારવા જેવું છે. આખાતાને મેટા ફંડથી નવાજેશ કરવી જોઈએ અને આપણું કામે ૫ણ બતાવી આપવું જોઈએ કે જેને પણ કેળવણીની બાબતમાં સારી રીતે વિચાર ચલાવે છે. આ ખાતું સંસ્કૃત કેળવણી માટે બહુ જ ઉત્તમ છે અને તેને મદદ કરવી તે જૈનશાસનને ઉડા પાયે ઘસાતા-લુણો લાગતે અટકાવ વામાં–જીર્ણોદ્ધાર કરવામાં મદદ આપવા જેવું છે. આશા છે કે જેનભાઇઓ આ બાબત જલદીથી ઉપાડી લેશે. સ્ત્રીકેળવણી–ચાલુ સમયમાં આ સવાલ વધારે અગત્યતા ધરાવે છે. કાઈ પણ કોમની સામાન્ય સ્થિતિ તપાસવી હોય તે ગૃહવ્યવહાર કેવા પ્રકારને છે તે પ્રથમ તપાસવું જોઈએ, કારણ કે ગૃહવ્યવસ્થા ઉપરથી સામાન્ય મત બાંધી શકાય છે. ગૃહવ્યવસ્થા તરફ નજર કરીએ તો જેનકોમ અને સામાન્ય રીતે આખી હિંદુ કામ બહુ પછાત પડો દેખાવ કરે છે. અપવાદ દાયક દાખલાઓ આ સામાન્ય ચિત્રમાંથી બાદ ગણવાના છે એમ લખવાની જરૂર નથી. ઘર સુખનું સાધન હોવું જોઈએ તેને બદલે દુઃખનું સ્થાનક થઈ પડયું છે. ઘરમાં કંકાસ દેખાય છે, સાસુ વહુ, દેરાણી જેઠાણી અને નણંદ ભોજાઈ દેખીતી નકામી બાબતો પર છેડાઈ પડે છે, સંપ દે. ખાતે નથી, ઘરની વસ્તુઓ અવ્યવસ્થિતપણે પડેલી હોય છે, અસ્વચ્છતા પણ બહુ જોવામાં આવે છે! જ્યાં આવા દેખાવો સાધારણ થઈ પડ્યા હેય, તેવા ઘરોને સુખના સાધન ભાગ્યે જ કહી શકાય. આ નિયમ સર્વ સ્થાને લાગુ પડતું નથી પણ ઉપર જણાવ્યું તેમ અપવાદ થડા હોય છે. આવી ગૃહ વ્યવસ્થાનું કારણ શું હશે તે શોધી કાઢવું જોઈએ. જ્યાંથી ગૃહસ્થીને સંતોષ તથા સુખ લેવાની આશા ત્યાંથી હદયને દહત શેકાગ્નિ મળી આવે તે બહુજ શોચનીય ગણાય. સંસારથી વૈરાગ્યવાનને આ સવાલ ઓછી અગત્યતા ધરાવનારે છે; પણ ગૃહસ્થ ધર્મસ્થ શ્રાવકોને આ સવાલ બહુ ધ્યાન આપવા યોગ્ય છે. વળી સ્ત્રીની વખત પસાર કરવાની રીત જોઈએ છીએ ત્યારે તે ખરેખર ખેદ થાય છે. નવરાશને વખત તે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32