________________
ચિત્ર વિવરણું
ચિત્ર ૩૦. શક્રાણા. પ્રતના પાના ૧૨ ઉપરથી. આ ચિત્રની પણ પહેળાઈ ૩ ઈંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે.
શક્રસ્તવ કહીને, શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઇન્દ્ર પિતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠે. ત્યારપછી દેવાના રાજ્ય કેન્દ્રને વિચાર થયે કે તીર્થંકર, ચક્રવર્તીએ, બલદેવા અને વાસુદેવ માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ શકે, તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું એગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રી રૂપે જે ગર્ભ હતો તેને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂકવાનો વિચાર કર્યો. આ પ્રમાણે નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિણમેષિ નામના દેવને બેલાવી પિતાની આખી યોજનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય! દેવોના ઈન્દ્ર અને દેશના રાજા તરીકે મારે એને આચાર છે કે અરિહંત ભગવાનને તુચ્છ કુળોમાંથી વિશુદ્ધ કળામાં સંક્રમાવવા. માટે છે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીના જે ગર્ભ છે તેને દેવાનંદ બ્રાહાણીની કુક્ષિમાં સંક્રમાવ; આટલું કામ પતાવીને જલદી પછેઆવ અને મને નિવેદન કર.”
આ ઘટનાને લગતી જ ઘટના શ્રીકૃષ્ણના સંબંધમાં અન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમ સ્કન્ધ, અધ્યાય ૨, શ્લોક ૧ થી ૧૩ તથા અધ્યાય ૩, શ્લોક ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે, જેને ટુંક સાર આ પ્રમાણે છે : “ અસુરોનો ઉપદ્રવ મટાડવા દેવની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ
ગમાયા નામની પિતાની શક્તિને બોલાવી. પછી તેને સંબંધી વિષ્ણુએ કહ્યું કે તું જા અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવેલો છે તેને ત્યાંથી ( સંકર્ષણ ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી હિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તે નંદપની ચોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમાં ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ, ત્યારે તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણુ બંનેનું એક બીજાને ત્યાં પરિવર્તન થશે '.
ચિત્રમાં જમણી બાજુએ સવર્ણના સિંહાસન ઉપર ઈન્દ્ર બિરાજમાન છે. તેના બે હાથ પકા ઉંચા કરેલા જમણા હાથથી, સન્મુખ બે હાથની અંજલિ જોડીને ઊભા રહેલા અને ઈન્દ્રની આજ્ઞાની રાહ જોતા હરિણામેષિને, શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભ પરાવર્તનની આજ્ઞા કરતો દેખાય છે. દ્રિના ઉત્તરીયવઝન તથા હરિણંગમેષિના ઉત્તરાસંગના અને રંગ તથા તેના ઉપરની ચિત્રાકૃતિઓ આપણને ચિત્રકારના સમયના વસ્ત્રાભૂષણના નમૂનાઓ પૂરા પાડે છે. ઈન્દ્રના સોનેરી ઉત્તરાસંગમાં ગુલાબી રંગની સુંદર ચિત્રાકૃતિ ખાસ દર્શનીય છે. ઈન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે અંદર બાંધેલો છે. સિંહાસનની પાછળ એક પરિચારક ઊભેલો છે. ઈન્દ્રને જમણા પગ સિંહાસન ઉપર અને ડાબે પગ પાદપીઠ ઉપર છે.
ફિલક ૨૭ ચિત્ર ૩૧. મહાવીર નિર્વાણ. પ્રતના પાના ૫૪ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ ૩ ઇંચ છે, અને લંબાઈ પણ ૩ ઈચ છે.
"Aho Shrutgyanam