Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 216
________________ E ] કિનારામાં સુંદર રીતે ચીતરેલા છે. જમણી બાજુના હાંસિયાની ઉપરના ભાગમાં કિમતી વસ્ત્રાભૂષણેા પહેરીને, રાજકુમારી શમ્બુલ પેાતાના એક હાથમાં વરમાળા ધારણ કરીને, અરિષ્ટનેમિની જાનના વરઘેાડા જોતી ઉત્સુક ચિત્તે બેઠેલી છે. તેણીના આસનની આજુબાજુ એ પરિચારિકાએ ઊભેલી છે. પ્રસ્તુત હાંસિયાની નીચેના ભાગમાં રાજુલની ચંદ્રાનના અને મૃગલેાચના નામની બે સખીએ ઊભેલી છે. જે શ્રી અરિષ્ટનેમિના રૂપ ગુણુ સંબંધી વાતચીત કરે છે. જૈન ચિત્ર ફલ્પદ્રુમ ગ્રંથ બીજો ડાબી બાજુના હાંસિયામાં ચાર વિભાગમાં ચિત્રપ્રસંગે ચીતરેલા છે. પહેલા વિભાગમાં પગે ચાલતા યાદવેા, ખીજા વિભાગમાં ઘેાડા ઉપર સવાર થએલા યાદવે, ત્રીજા વિભાગમાં પગે ચાલતા યાદવા, અને ચેાથા વિભાગમાં હાથી ઉપર સવાર થએલા કૃષ્ણ વાસુદેવ વગેરે યાદવેા નેમિકુમારની જાનમાં જાનૈયા તરીકે જતા દેખાય છે. પાનાની ઉપરની કિનારમાં જાનને જમવા માટે હરજી વગેરે પશુઓ પકડી આણેલા ચીતરેલા છે. પશુઓની પાછળ પણ જાનમાં આવતા યાદવે! ચીતરેલા છે. નીચેની કિનારમાં પણ જાનમાં આવતા જાનૈયાઓ ચીતરેલા છે. આ પાનાનેા માટે ભાગ ચારે મનુએ સુંદર ચિત્રાથી સુશોભિત કરે છે. લક ૯૩ ચિત્ર ૨૦૯ રથમાં બેસી પરણવા જતાં અરિષ્ટનેમિ, ચિત્રના ઉપરના ભાગમાં એ પૈડાવાળા રથમાં અરિષ્ટનેમિ બેઠેલા છે. અરિષ્ટનેમિની સામે રાજુલને રજૂ કરીને, ચિત્રકારે એક અદ્ભૂત દૃશ્ય ખડું કરેલું છે. ચિત્રની નીચેના ભાગમાં અરિષ્ટનેમિની જાનમાં જતી ત્રણ યાદવ સ્ત્રી-જાનડીએ હાંશે હોંશે જાનમાં જતી દેખાય છે. આ ચિત્ર પ્રસંગવાળા પાનાના અને હાંસિયાની પાણીની વાવે તથા તેના ઉપરના ભાગમાં ઉડતાં પક્ષીએ અને ઉપર તથા નીચેની બંને કિનારામાં ચીતરેલાં પક્ષીઓ ચિત્રકારનું પક્ષી સંબંધીનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવે છે. શ્રી નેમિનાથની જાનના સુંદર રંગીન ચિત્ર માટે ાએ “પવિત્ર કલ્પસૂત્રમાં પ્રસિદ્ધ થએલું ચિત્ર ૨૭૩ અને તેનું વિસ્તૃત વર્ણન. લક ૯૪ ચિત્ર ૨૧૦ શ્રી ઋષભદેવનું પ્રથમ પારણું. ઋષભપ્રભુના સમયમાં લેાકે સમૃદ્ધિશાલી અને ભદ્રિક પરિણામી હાવાથી કાનમાં અન્ન પાણી આપવાં જોઇએ તે વાત સમજતા નહેતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાંજ્યાં જતાં ત્યાંત્યાં લેકે તેમને કીંમતી વસ્ત્રો, ઘરેણાં, કન્યા વગેરેની ભેટ મૂકીને પ્રભુને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવા લાગ્યા. આ રીતે ચેગ્ય ભિક્ષા નહિ મળવા છતાં દીનતાહિત મનવાળા પ્રભુ ગામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત પ્રભુ વિહાર કરતા કરતા કુરુદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યાં. ત્યાં બહુબલિને પુત્ર સોમપ્રભ રાજ્ય કરતા હતા, અને શ્રેયાંસ નામનેા તેને પુત્ર યુવરાજપદે હતે. તે શ્રેયાંસકુમારે રાતે “પાતે શ્યામવર્ણવાળા મેરુ પર્વતને અમૃત ભરેલા કળશ વડે અભિષેક કર્યો અને તેથી તે અત્યંત દીપી નીકળ્યા.” એવું સ્વમ જોયું. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તે જ રાતે શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિરણા કરીથી તેમાં સ્થાપન કરતા સ્વસમાં જોય. રાજાએ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238