Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 226
________________ ૭૪ ] જન ચિત્ર કલપક્રમ ગ્રંથ બીજે રાજા બેઠેલે છે. રાજાની આગળ એક સેવક ઊભેલો છે. રાજાના મસ્તક ઉપર રાજ છત્ર લટકે છે. ત્રી એટલે છેવટના ભાગમાં ગેંડા ઉપર સવાર થએલે એક માણસ, ગેંડાને દેખાવતે ચીતરેલો છે. આ હાંસિયામાં ટેચે છે હાથીઓને, રાજાની ઉપરના ભાગમાં પાંચ હાથીઓને, રાજાની નીચેના ભાગમાં બીજા પાંચ હાથીઓને, અને સૌથી નીચેના ભાગમાં સાત હાથીઓના, સુશોભને તરીકે ઉપયોગ કરેલ છે. વળી, જમણી બાજુ, ઓગણીસ અને ડાબી બાજુ બીજા વીસ હાથીઓ ચીતરેલા છે. આ રીતે, કુલ બાસઠ હાથીઓનો ઉપયોગ ચિત્રકારે આ હાંસિયામાં સુશોભન તરીકે કરેલ છે. ચિત્રકારે આ પ્રતના પાનાંઓ શણગારવા માટે હાંસિયામાં હાથીઓને પણ છૂટથી સુશેભન તરીકે ઉપયોગ કરેલ છે; તે હાંસિયાઓમાંથી ખાસ ચૂંટી કાઢેલા ચાર હાંસિયાઓ ચિત્ર ૨૬૫ થી ૨૬૮ તરીકે પ્રાણીસૃષ્ટિના અભ્યાસીઓ માટે અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૧૧૨ ચિત્ર ૨૬૯ ઊંટ તથા કુલનાં સુંદર છેડનાં સુશોભન, આ હાંસિયામાં ઉપરની ટોચે આઠ ઊંટ, સૌથી નીચે બીજા આઠ ઊંટ, જમણી બાજુએ ઉપરથી નીચે ચાવીસ ઊંટ અને ડાબી બાજુએ સોળ ઊંટ, કુલ મળીને, છપ્પન ઊંટન સુશોભન તરીકે ઉપયોગ ચિત્રકારે કરેલા છે. ચારે બાજુ ફરતાં ઊંટેનાં સુશોભનની મધ્યમાં એક i સુંદર છોડને, ચિત્રકારે બહુ જ સ્વસ્થ ચિત્તે ઉપગ કરેલ છે. ચિત્ર ૨૭૦ ઊંટ તથા રાજાનાં સુશોભન. આ હાંસિયાના ત્રણ ભાગ પાડેલા છે. સૌથી ઉપરના પ્રથમ વિભાગમાં એક કિંમતી સુવર્ણ પલંગમાં, એક સ્ત્રી સૂઈ ગએલી છે. તેણીના પલંગની બંને બાજુએ એકેક સ્ત્રી સેવિકા, સેવા કરવાને તત્પર ઊભેલી છે. વચ્ચેના બીજા ભાગમાં વઆભૂષણેથી સુસજ્જિત થએલે રાજા બેઠેલો છે. રાજાનું અડધું જ શરીર ચિત્રકારે કયા આશયથી ચીતરેલું હશે, તેની કાંઈ પડતી નથી. અર્ધ શરીરવાળા રાજાની બન્ને બાજુએ એકેક સેવક, સેવાની તત્પરતા બતાવતો ઊભેલો છે. રાજાની તથા સેવકોની નીચેના ભાગમાં બે ઊંટસવારે ચીતરેલા છે. ચિત્ર ૨૭૧ શહેનશાહના સુશોભનો. આ હાંસિયાની મધ્યમાં કીંમતી સેનાના સિહાસન ઉપર શહેનશાહ એઠેલા છે. શહેનશાહના મસ્તક ઉપર સુવર્ણનું રાજ છત્ર લટકી રહેલું છે. રાજછત્રના ઉપરના ભાગમાં બે ઘોડેસવારે ઘોડા ઉપર બેસીને યુદ્ધ કરતાં ચીતરેલા છે. શહેનશાહની બંને બાજુએ એકેક સેવક ઊભેલો છે. શહેનશાહ પિતાના ઊંચા કરેલા ડાબા હાથથી સામે ઊભેલા સેવકને કાંઈક હકમ ફરમાવતે બેઠેલે છે. શહેનશાહની નીચે જૂદા જૂદા પક્ષીઓ ચીતરેલાં છે. ચિત્ર ર૭ર રાજાનાં સુભનો. આ હાંસિયાની મધ્યમાં પણ કીમતી સેનાના સિંહાસન ઉપર રાજા બેઠેલે છે. રાજાના જમણા હાથમાં પાંચ પાંખડીવ કમલ કુલ છે. રાજાના મસ્તક ઉપર નાનું રાજછત્ર લટકે છે. રાજાના સિંહાસનની નીચેના ભાગમાં બે સ્ત્રીઓ, એક બીજાની સાથે વાત કરતી બેઠેલી છે. રાજાના મસ્તક પરના છત્રના ઉપરના ભાગમાં બે ઘોડેસવારે, એકબીજા સાથે યુદ્ધ કરતા ચીતરેલા છે. ચિત્ર ૨૭૧માં ચીતરવામાં આવેલા શહેનશાહ અને ચિત્ર ૨૭૨ ના રાજાની જે ઓળખાણ મળી જાય તો આ પ્રત લખાવ્યાના સમયની પણ ચોક્કસ ખબર પડી શકે, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238