Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 215
________________ ચિત્ર વિવરણું [૬૫ પધાસનની બેઠકે બિરાજમાન પ્રભુ પાર્શ્વનાથની ઉપર છત્ર તરીકે શેભી રહેલી છે. પાર્શ્વનાથ પ્રભ આભૂષણે સહિત બિરાજમાન છે. પ્રભુની ડાબી બાજુ ઊભેલો નાગરાજ-ધરણંદ્ર પ્રભુની સ્તુતિ કરતે ઊભેલે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં પ્રભુ પાર્શ્વનાથ સાધુ અવસ્થામાં સામે બેઠેલા એક પુરુષ અને એક સ્ત્રીને ધર્મોપદેશ આપતા બેઠેલા છે. પ્રભુની આગળ સ્થાપનાચાર્યની રજૂઆત ચિત્રકારે કરેલી છે. નીચેના ભાગમાં એક સ્ત્રી પોતાના ઊંચા કરેલા જમણું હાથમાંનાં રત્નો, સામે ઊભા રહેલા બે પુરુષો પૈકીના એકના હાથમાં આપતી બતાવેલી છે. ચિત્ર ૨૦૮ કમઠ-પંચાગ્નિ-તપ તપે છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના કમઠ–પંચાતિપથી થાય છે. એક વખતે વારાણસી નામની નગરીમાં કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ તપતે આવ્યો. તેની પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ જોઈ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજની સામગ્રી લઈને તે દિશા તરફ જતા શ્રી પાર્શ્વકુમારે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પાર્શ્વકુમાર પણ, તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જે એટલું જ નહિ, પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાષ્ટની અંદર એક મોટા જીવતા સર્પને પણ બળતો તેઓશ્રીએ પિતાના જ્ઞાનબળથી નિહાળ્યો. કરુ સમુદ્ર પાર્શ્વકુમાર બોલ્યા કે ; “હે મૂઢ તપસ્વી ! દયા વિના ફેકટનું કષ્ટ શા માટે વેઠે છે? હે તપસ્વી! આ કલેશકારક, દયા રહિત કઈ ક્રિયા કરવી મૂકી દે. ક્ષમાસાગર પાર્ધકુમારે આ વખતે કમઠની સાથે વધારે વાદવિવાદ નહિ કરતાં, પિતાના એક સેવક પાસે પેલું સળગતું કાષ્ટ બહાર કઢાવ્યું અને તેને ઉપગપૂર્વક સાવચેતીથી ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને મરણ પ્રાયઃ થએલા એક સર્ષ નીક. કુમારની આજ્ઞાથી એક સેવકે તે સર્પને નવકારમંન તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું; તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામી નાગાધિપ-ધરણેન્દ્ર થયો. કમઠ તાપસ કે તિરસ્કાર પામી પાર્શ્વ કુમાર પ્રત્યે દ્વેષભાવ રાખતો લેકમાં અપકીર્તિ પામી બીજે સ્થળે ચાલ્યો ગયો. ચિત્રમાં ઉપરના ભાગમાં ચારે ખૂણામાં અગ્નિકુંડે સળગે છે અને મધ્યમાં કમઠ તાપસ બેઠેલે છે. કમઠના મસ્તકના ઉપરના ભાગમાં સૂર્ય ચીતરીને ચિત્રકારે પંચાગ્નિ તાપની રજૂઆત કરી છે. ચિત્રની નીચેના ભાગમાં પાર્શ્વ કુમારના સેવકે યતનાપૂર્વક કાષ્ટ ચીરીને બહાર કાઢેલે સર્ષ દેખાય છે, અને તે સપને પિતાને જમણા હાથ ઊંચે કરીને ઊભા રહેલે સેવક નવકાર મંત્ર અને પ્રત્યાખ્યાન સંભળાવતા દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ બાજુમાં ઘોડા ઉપર બેઠેલા પાર્શ્વ કુમાર પિતાના જમણા હાથ ઊંચે કરીને, કમઠની સાથે વાદવિવાદ કરતા દેખાય છે. કમઠની પાસેથી પાછા ફરતા પાર્શ્વકુમારને દિવાલ ઉપર ચીતરેલા, બાવીસમા તીર્થંકરના વિરાગ્યના ચિત્રપ્રસંગે જેવાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શ્રી નેમિનાથ પ્રભુના વૈરાગ્યનો પ્રસંગ ચિત્રકારે આ હસ્તપ્રતના આ ચિત્રપ્રસંગવાળા પાનાના બંને બાજુના હાંસિયામાં તથા એને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238