Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 217
________________ ચિત્ર વિવરણ પણ સ્વમમાં શત્રના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતા જોયા. સવારમાં ત્રણે જણા રાજસભામાં એકઠા થયા, તેઓએ પોતપોતાને આવેલાં સ્વમો એક બીજાને કુદ્યા એટલે રાજાએ તે ત્રણે સ્વમને સા૨ કાઢ્યો કે : “શ્રેયાંસને કોઈ પણ મહાન લાભ થવો જોઈએ.’ પછી સભા વિસર્જન કરવામાં આવી. શ્રેયાંસકુમાર પોતાના મહેલમાં ગયો. મહેલના ઝરૂખામાં બેસીને જોયું તે લેકના મુખમાંથી પ્રભુ કાંઈ લેતા નથી એવા ઉદગાર શ્રેયાંસના સાંભળવામાં આવ્યા. એટલામાં શ્રેયાંસની નજરે પ્રભુ આવતા દેખાયા. પ્રભુને અને પ્રભુના વિષને જોતાં જ મેં આવા વેષ જેએલો છે; એમ તેને લાગ્યું. એ વિષે ઊંડે વિચાર કરતાં તેને જાતિસ્મરછુ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના પ્રતાપે તે જાણી શક્યા કે : “હું પૂર્વભવમાં પ્રભુને સારથી હતું, અને પ્રભુ જનાભ નામના ચક્રવર્તી હતા. પ્રભુએ અને મેં વજન નામના તીર્થકરની પાસે દીક્ષા લીધી હતી. તે વખતે વજાસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજનાભને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે.” શ્રેયાંસકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ધડા હર્ષપૂર્વક ભેટ ધર્યો. પછી તેણે પ્રભુને વિનંતી કરી કે : “હે ભગવન! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરે.” પ્રભુએ પણ બન્ને હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે તેમાં રસના ભરેલા બધાએ ઘડા એક પછી એક ઠલવવા માંડ્યા. ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા ઋષભદેવના બંને હાથની પસલીમાં, સામે ઊભેલ શ્રેયાંસકુમાર શેરડીના રસને ઘડે ઠલવતે દેખાય છે. બન્નેની વચ્ચે શેરડીના રસના ભરેલા બીજા ધડાઓ ઉપરાઉપરી ગાઠવેલા દેખાય છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી હસ્તપ્રતમાં જવલ્લે જ મળી આવે છે. ચિત્ર ૨૧૧ ધર્મચક્રને વંદન કરતાં બાહુબલિ. એક વખત ઋષભપ્રભુ વિહાર કરતા કરતા એક સાંજના બહલી દેશમાં આવેલી તક્ષશિલા નગરીની નજીકમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઊસગધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેને અતિશય આનંદ થયે; છતાં બાબલિએ વિચાર કર્યો કે એમને એમ જઉં તે કરતાં સવારમાં સર્વ સમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરું તો કેવું સારું? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રિ મહેલમાં વ્યતીત કરી દીધી. સવાર થતાં જ પ્રભુ કાઊસ પારીને વિહાર કરી ગયા. બાહુબલિએ ભારે દબદબાપૂર્વક સવારી કાઢી અને પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યો. ત્યાં આવીને જોયું તે પોતાના આવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણે જ પશ્ચાતાપ . પ્રભુના ચરણારવિંદને કઈ ઉલ્લશે નહીં તે માટેબાહુબલિએ પ્રભુ જ્યાં કાઊસ ધ્યાને ઉભા હતા ત્યાં, એક ધર્મચકરત્ન સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણુ પણ નિયુક્ત કર્યા. પછી તે ધર્મચકને ભક્તિભાવપૂર્વક વંદન કરીને તે પિતાની નગરીમાં પાછો ફર્યો. ચિત્રની મધ્યમાં બાહુબલિએ ધર્મચક્રરત્ન ઊભું કરેલું દેખાય છે. ધર્મચકની જમણી બાજુએ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238