Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 209
________________ ચિત્ર વિવરણ [ ૬૩ દેવો અને ઈકો ભેગા થએલા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ થોડો વખત દેશના આપીને ત્યાંથી વિહાર કરીને, અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં મિલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરવા સારુ, તે સમયના ઘણા સમર્થ બ્રાહ્મણે ભેગા થયા હતા. તેમાં ૧ ઈંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના ભાઈએ પાંચ પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ચિત્રમાં સુંદર ઘટાદાર વૃક્ષની નીચે ઊંચી બેઠક ઉપર બેઠેલા બે બ્રાહ્મણે પિકી, ચિત્રની જમણી બાજુને બ્રાહ્મણ પિતાના ઊંચા કરેલા હાથથી યજ્ઞમાં આહૂતિ આપવા માટે મંત્ર બોલે છે, અને ચિત્રની ડાબી બાજુનો બીજો બ્રાહ્મણ પોતાના ઊંચા કરેલા જમણા હાથથી યજ્ઞકુંડમાં પોતાના હાથમાંની વસ્તુની આહૂતિ આપતો બેઠેલો છે. બન્નેની મધ્યમાં સળગતા અગ્નિની જવાલાએ ચાકુંડમાંથી નીકળતી દેખાય છે. અને બ્રહ્મસેની બાજુમાં યજ્ઞમાં બૂલ તરીકે હામવા માટેના પશુઓ પણ ચિત્રકારે રજૂ કરેલાં છે. આ ચિત્રપ્રસંગ બીજી કોઈ પણ હસ્તપ્રતમાં મારા જેવામાં આવેલ નથી. ચિવની જમણી બાજુના હાંસિયામાં મારની વિવિધ જાતિના અંગમરોડની ચિત્રાકૃતિઓ ચિત્રકારે રજૂ કરેલી છે. ચિત્ર ૨૦૬ પ્રભુ મહાવીરને અડદના બાકળા વહોરાવતી ચંદનબાલા. અનુક્રમે વિહાર કરતા કરતા પ્રભુ મહાવીર કૌશાંબી નગરીએ પધાર્યા. તે વખતે કૌશાબીમાં શતાનીક નામને રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. ત્યાં પ્રભુએ પિષ વદિ એકમના દિવસે પ્રવેશ કર્યો, અને તે જ દિવસે તેમણે એવો અભિગ્રહ કર્યો કે : “દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તે જ વહોરવા, ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ વહોરવા, કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી જ મળે તો વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેણીનું મસ્તક મૂંડાવેલું હોય; પગમાં બેડી હોય, રૂદન કરતી હોય અને તેણીએ અઠ્ઠમની તપસ્યા કરી હોય, એવી સ્ત્રી વહેરાવે તે જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રભુ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. રાજા પ્રધાન વગેરેએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા તે પણ પ્રભુનો અભિગ્રહ પૂર્ણ ન થા. તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઉપર ચઢાઈ કરી. ચંપા નગરીના રાજ દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજકુમારીને એક સુભટે પકડીને પિતાના કબજામાં રાખ્યાં. તે સુભટે ધારિણું રાણુને પિતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પિતની જીભ કચરીને મરણ પામી. ત્યારપછી, તે સુભટે વસુમતીને આશ્વાસન આપીને પિતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબી નગરીના બજારમાં ચાર રસ્તાઓ ભેગા થતા હતા ત્યાં વેચવા માટે લાવ્યા. તે વખતે તે નગરને ધનાવહ નામનો એક શેઠ ત્યાંથી પસાર થતા હતા, તેણે તે વસુમતીને ખરીદી લીધી અને પિતાના ઘેર જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના ચંદન જેવા શીતલ વચનેથી શેઠે તેણીનું નામ ચંદના રાખ્યું. પછી શેઠ તેના ઉપર એક પુત્રી તરીકેને નેહ રાખવા લાગ્યા. એક વખતે શેઠ બપોરના ઘેર જમવા આવ્યા તે વખતે બીજી કોઈ દાસી વગેરે હાજર નહિ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238