Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 207
________________ શિઝ વિવરણ £ ૬૧ ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયે દેહીને પાછા આવ્યા ત્યારે પ્રભુને પૂછવા લાગે કે : “હે આર્ય! મારા બળદ કયાં છે ?” ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એમને ખબર નહિ હોય, એટલે પોતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડવ્યો. બળદિયા પણ રાત્રે પોતાની મેળે જ ફરતા ફરતા ત્યાં આવી ચડયા. વાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો ને તે વખતે અળદને ત્યાં બેઠેલા જોઈને વિચારવા લાગ્યો કે : “આમને ખબર હતી છતાં એમણે મને વાત ન કહી અને મને ભટકવા દીધે.’ એ પ્રમાણે કોધે ભરાઈને બળદની રાશ લઈને પ્રભુને મારવા દોડયો. ચિત્રમાં જમણી બાજુ કાઉસગમાં પ્રભુ મહાવીર ઊભેલા છે. અને ડાબી બાજુએ ઊભેલો ગેવાળીએ પિતાના ઊંચા કરેલા જમણા હાથમાં બળદની રાશ પકડીને પ્રભુને મારવા દોડતો દેખાય ના ચિત્ર પ્રસંગ પણ જવલ્લે જ બીજી હસ્તપ્રતોમાં મળી આવે છે. આખા પાનાની ચારે આજની કિનારાની ચિત્રાકૃતિએ કેઈ કુશલ ચિત્રકારના હાથથી ચીતરાએલી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ચિત્ર ૨૦૧ સુદન્દ્ર નાગને ઉપસર્ગ. પ્રભુ મહાવીર સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેઠા હતા. પ્રભુ જેવા નાવ ઉપર આરૂઢ થયા કે તરત જ ઘુવડ પક્ષીનો અવાજ કાન ઉપર આવતાં તે નાવમાં પ્રભુની સાથે જ બેઠેલો મિલ નામનો એક નિમિત્તી બોલી ઊઠયો કેઃ “આજે આપણને મરણાંત કષ્ટ ઉત્પન્ન થશે, પરન્તુ આ મહાત્માના પુણ્યબળથી આપણે વાળ પણ વાંકે નહિ થાય.’ ઉતારૂઓથી ભરેલું નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં પહોંચ્યું ત્યારે, પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહને જીવ તે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થએલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઈને પિતાના પૂર્વભવના વિરને બદલો લેવા માટે નાવને ડુબાડવા માંડયું બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થએલાં કંબલ અને શંબલ નામના બે દેવોએ પ્રભુને ઉત્પન્ન થએલે ઉપસર્ગ જોયે કે તરત જ ત્યાં આવી પહોંચ્યા અને સુદંષ્ટ્રને હાંકી કાઢીને નાવનું રક્ષણ કર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પ્રભુ મહાવીર નાવમાં બેઠા છે, તે પ્રસંગથી થાય છે. ચિત્રની જમણી બાજુએ નાવમાં પ્રભુ મહાવીર બેઠા છે, તેની આજુબાજુ વર્તુલાકાર તેજ:પુંજ ચિત્રકારે રજૂ કરેલ છે. નાવના ઉપરના ભાગમાં એ બળદની રજૂઆત કરેલી છે, જે કંબલ અને શંબલ નામના નાગકુમાર નિકાયના બે દેવોનો પૂર્વભવ રજૂ કરવા માટે ચિત્રકારે ચીતરેલા છે. ચિત્રના અનુસંધાને, સુખ નામના દેવતાને હાંકી કાઢવા માટે કંબલ અને શંબલ આવતા દેખાય છે. આ ચિત્રપ્રસંગ બીજી પ્રતોમાં જોવામાં આવતો નથી. ચિત્ર ૨૦૨ કટપૂતનાને ઉપસર્ગ. મહાવીર પ્રભુ વિહાર કરતા કરતા ગ્રામક સંનિવેશમાં આવી પહોંચ્યા. અહીં ઉદ્યાનમાં રહેલા બિભેલક નામના પક્ષે પ્રભુને મહિમા કર્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરીને વિશીષ નામના ગામમાં ગયા. ત્યાં માહ મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધાને રહ્યા. પ્રભના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક વિજયવતી નામની અણમાનીતી રાણી હતી તે "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238