Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 210
________________ ૬૪] જૈન ચિત્ર કલપકુમ ગ્રંથ બીજો હોવાથી ચંદનાએ શેઠના પગ દેવા માંડ્યા. પગ દેતાં દેતાં ચંદનાને કેશપાસ સહસા વિખરાઈ ગયે, અને માથાના વાળ ભીની થએલી ભૂમિ પર પડીને ગંદા થવા લાગ્યા. શેઠે પોતાની પુત્રીના વાળ મેલા ન થાય તે માટે, સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઊંચા કર્યો અને આદરથી બાંધી દીધા. ઝરૂખામાં બેઠેલી શેઠાણી મૂળાએ આ દ્રશ્ય જોયું. તેણી વિચાર કરવા લાગી કે : “ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. ભવિષ્યમાં નક્કી આ બાળાને શેઠ પિતાની સ્ત્રી બનાવશે, અને મારી બૂરી વલે થશે.” શેઠ કેાઈ કાર્યપ્રસંગે બહાર ગયા એટલે મૂળા શેઠાણીએ એક હજામને બોલાવીને ચંદનાનું માથું મૂંડાવી નાંખ્યું. પછી તેના અને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી દરના એક અંધાર ઓરડામાં પૂરી દરવાજે તાળું મારીને, પિતાના પિતાને ઘેર ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપીને, પગની બેડી તોડાવવા માટે શેઠ સુદ્ધારને બોલાવવા ગયા. આ વખતે ચંદનાએ વિચાર કર્યો કેઃ “જો કોઈ ભિક્ષુ આવી ચડે છે, તેને આ અડદ વહેરાવીને હું પારણું કરું.' તે જ સમયે તેણીના ભાગ્યયોગે, છ મહિનામાં પાંચ દિવસ એાછા ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જોઈને ચંદનાને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયો. પિતે લોઢાની બેડી વડે સખત જકડાએલી હોવાથી ઉંબરો ઓળંગવાને અશક્ત હતી. તેથી એક પગ ઉંબરામાં અને બીજો પગ બહાર રાખીને, પ્રભુને અડદના બાકળા ગ્રહણ કરવા વિનંતી કરવા લાગી. તે વખતે, સ્વામીન અભિગ્રહ પૂરા થવામાં, આંખમાં આંસુ નહિ હોવાથી, પ્રભુ પાછા ફર્યા. તે વખતે ચંદના વિચાર કરવા લાગી કે: “હું ક્વી અભાગિણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે વખતે દુઃખથી રડવા લાગી. તે વખતે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછા ફરીને અડદના બાકળા વહાર્યા. - ચિત્રમાં જમણી બાજુએ ઊભા રહેલા પ્રભુ મહાવીર પોતાના બે હાથ ઊંચા કરીને, ચંદનઆળાના હાથે અડદના બાકળા વહોરે છે. ચિત્રની ડાબી બાજુએ એક પગ ઉંબરા બહાર અને એક પણ ઉંબરાની અંદર રાખીને રહેલી ચંદનબાળા પોતાના ઊંચા કરેલા જમણા હાથથી પ્રભુને બાકળા વહોરાવતી દેખાય છે. ચંદનબાળાએ પ્રભુને બાકળા વહોરાવ્યા કે તરત જ તેના મસ્તકે વાળ પ્રગટ થયા હતા, તે વસ્તુને ચરિતાર્થ કરવા માટે જ ચિત્રકારે ચંદનબાળાને વસ્ત્રાભૂષણે પરિધાન કરેલી ચિત્રમાં રજૂ કરેલી છે. ચંદનબાળાના ઉપરના ભાગમાં સુંદર વાતાયને ચીતરવામાં આવેલાં છે. પ્રભુ મહાવીર તથા ચંદનબાળાની આજુબાજુ દિવ્ય તેજપૂંજ પ્રકાશી રહેલ છે. આ અદ્ભુત ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતોમાં જોવામાં આવતો નથી. આ ચિત્રની બાજુના હાંસિયાની સુંદર ફૂલની ચિત્રાકૃતિનું સંયેાજન પણ વિશિષ્ટ પ્રકારનું છે. ચિત્ર ૨૦૭ સહસ્ત્રફણુ પાર્શ્વનાથ. ચિત્રની જમણી બાજુએ નાગરાજની એક હજાર ફણાઓ, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238