Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 196
________________ જૈન ચિત્ર કહ૫કુમ ગ્રંથ બીજો આઠમે સ્વને જૂએ છે, એ દવજ અધિક ભાવાળો છે. જે દવજને મથાળે-ઉપરના ભાગમાંસ્ફટિક અથવા તેડેલ શંખ, એકરત્ન, મોગરો, પાણીનાં બિંદુઓ અને રૂપાને કળશ એ બધાંની જેવા ધેાળા રંગનો શેભતે સિંહ શેભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતીને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવું દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ દેવજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણું મટે છે અને માને ભારે દેખાવા લાગે છે. ચિત્રમાં ધ્વજમાં સિંહ ચીતરેલ નથી. વળી, ઉપરના ભાગમાં એક પૂર્ણકલશ ચીતરેલ છે. ચિત્ર ૧૪૪ પૂર્ણકલશ. ત્યારપછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળો, ચેખા પાણીથી ભરેલે, ઊત્તમ ઝગારા મારતી કાંતિવાળા, કમળાના જથ્થાથી ચારે બાજુ શોભતો એ રૂપાને કલશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદો એ કલશમાં ભેગા થએલા છે એવો એ સર્વમંગલમય છે, ઊત્તમ રને જડીને બનાવેલા કમળ ઉપર એ કલશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશ ખુશ થઈ જાય છે એ એ રૂપાળે છે. વળી, એ પિતાની પ્રભાને ચારે કેર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુથી ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લકમીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણે વિનાને છે, શુભ છે, ચમકિલો છે, શોભા વડે ઊત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફલેની માળાઓ એ કલશના કાંઠા ઉપર મૂકેલી છે એવા રૂપાના પૂર્ણકલશને એ માતા જૂએ છે. ક્લક ૮૦ ચિત્ર ૧૪૫. શંખકુમાર વૈતાલ તરફ દોડે છે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાના ૩૮૭ ઉપરથી. ચિત્રની મધ્યમાં સુંદર વૃક્ષની રજૂઆત કરીને, ચિત્રને બે ભાગમાં વહેંચી નાંખેલું છે. ચિત્રની જમણી બાજુએ સુંદર વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને શંખકુમાર જમણા હાથમાં તલવાર પકડીને વિતાલ તરફ દેડતા દેખાય છે. શંખકુમારના પગમાં નમસ્કાર કરતે તેના મિત્ર દેવ છે. શંખકુમારની આગળ જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં હાલ પકડીને દોડતા તેને પરિચારક દેખાય છે. ચિત્રના અનુસંધાને, ચિત્રની ડાબી બાજુએ આકાશમાંથી યુદ્ધ કરતા કરતા, શ્યામવર્ણવાળા બે વિતા નીચે ઊતરતા દેખાય છે. વૈતાલોની નીચે ખૂણામાં એક સુંદર વૃક્ષની નીચે બિરાજેલા જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ ૫કડીને, પરસ્પર હાથ મિલાવીને ભેટી પડતા શંખકુમાર તથા તેના મિત્રદેવતાને ધર્મોપદેશ આપે છે. પશ્ચિમ ભારતની ચિત્રકલાના અદ્યાવધિ પ્રસિદ્ધ થએલા ચિત્રપ્રસંગોમાં આવો અદ્દભુત ચિત્રપ્રસંગ કયાંય પણ પ્રસિદ્ધ થયાનું મારી જાણમાં નથી. આ ચિત્રનું સંજન સાદું હોવા છતાં ચિત્રકારના ચિત્રકળા વિશેના વિશિષ્ટ જ્ઞાનને પૂરાવે છે. ફલક ૮૧ - ચિત્ર ૧૪૬. પદ્મ સરેવર. ત્યારપછી વળી, પદ્મ સરવર નામના સવરને માતા ત્રિશલા દસમા સ્વપ્નમાં જૂએ છે. એ સરોવર ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં--સહસ્ત્ર દલ-મોટાં કમળને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળાનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238