Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 203
________________ ચિત્ર વિતરણ { ૫૯ દિકુમારીએ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશે। હાથમાં લઈ ગીતગાન કરવા લાગી. ચિત્રમાં દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી આઠે દિકુમારીએ પોતાના ઊંચા કરેલા એક હાથમાં સ્નાન માટે જળથી ભરેલા કળશે પકડેલા છે, અને બીજા હાથમાં ગીતગાન કરવા માટે વીણા પકડેલી છે. જે અનુક્રમે, પહેલાં હાંસિયાની ત્રત્રુ, બીજા હાંસિયાની ત્રણ અને ત્રીજા હાંસિયાની પહેલી એ, એમ કુલ મળીને આઠ છે. ચિત્ર ૧૮૧ થી ૧૮૪ દિકુમારીઓનું આગમન. ૩૩ ઈલાદેવી, ૩૪ સુરાદેવી, ૩૫ પૃથિવી, ૩૬ પદ્મવતી, ૩૭ એકનાસા, ૩૮ નવમિકા, ૩૯ ભદ્રા, અને ૪૦ શીતા નામની આઠ દિકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝગાં--પંખા લઈને ઊભી રહી. ચિત્રમાં પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી આ દિકુમારીએ પૈકી ચારની જ અત્રે રજૂઆત કરેલી છે. આ ચારેના ઊંચા કરેલા એક હાથમાં પંખે છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી છેલ્લી-એક, અને ચેાથા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને ચાર છે. લક ૮૫ ચિત્ર ૧૮૫ થી ૧૯૦ દિકુમારીઓનું આગમન. ૪૧ અલંબુસા, ૪૨ મિતકેશી, ૪૩ પુડરીકા, ૪૪ વારુણી, ૪૫ હાસા, ૪૬ સર્વપ્રભા, ૪૭ શ્રી અને ૪૮ હી નામની આઠ દિકુમારીએ ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવીને ચામર વીંઝવા લાગી. ચિત્રમાં ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આઠ દિકુમારીએ પૈકી છની જ અહીં રજૂઆત કરેલી છે. આ છએના ઉંચા કરેલા એક હાથમાં ચામર છે. જે અનુક્રમે, પહેલા હાંસિયાની ત્રણ, અને બીજા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને છ છે. ચિત્ર ૧૯૧ થી ૧૯૪ દિકુમારીનું આગમન. ૪૯ ચિત્રા, ૫૦ ચિત્રકનકા, ૫૧ શહેરા, અને પુર વસુદામિની નામની ચારદિક્કુમારીએ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી. ચિત્રમાં રૂચક પર્વતની વિદેિશાઓમાંથી આવેલી ચારે દિકુમારીઆના ઉંચા કરેલા એક હાથમાં દીપક (મશાલ) છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયામાં ચારે ચીતરેલી છે. ચિત્ર ૧૯૫ થી ૧૯૭ દિકુક્મારીઓનું આગમન. ૫૩ રૂપા, ૫૪ રૂપાસિકા, ૫૫ સુરૂષા, અને ૫૬ રૂપકાવતી નામની ચાર દિર્કુમારીએ એ રૂચક દ્વીપમાંથી આવીને ભગવંતના નાળને ચાર આંગળથી છેટે છેદીને, ખેાદેલા ખાડામાં નાખી ખાડા ધૈર્યરત્નથી પૂરી તેની ઉપર પીઠ અનાવ્યું તથા તેને દૂર્વાથી આંધીને તે જન્મધરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. ચિત્રમાં રૂચક દ્વીપથી આવેલી ચારે દિક્કુમારીએ પૈકી એકની રજૂઆત ચિત્રકારે ફૂલક ૮૩માં છપાયેલા ચેાથા હાંસિયામાંની પહેલી, ચિત્ર ૧૭૦ તરીકે, અને અહીં ચાથા હાંસિયામાંની ત્રણ, કુલ મળીને ચારેની રજૂઆત કરેલી છે. ચારેના ઉંચા કરેલા એક હાથમાં ફૂલ પકડેલું છે. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238