Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 204
________________ ૬૦ ]. જૈન ચિત્રક૯૫ક્રમ ગ્રંથ બીજે આ પ્રમાણે છપ્પન દિકકુમારીઓ પૈકીની પચાસ દિકકુમારીએ પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આજસુધી મારા જેવામાં આવેલી કલ્પસૂત્રની ચિત્રવાળી સંક હસ્તપ્રતો પિકીની કોઈ પણ પ્રતમાં છપ્પન દિકુમારીઓનાં ચિત્રો જોવામાં આવ્યાં નથી. ચિત્ર ૧૯૮ વર્લૅમાનકુમારનું પાણિગ્રહણુ. પ્રભુ અનુક્રમે બાલ્યવસ્થા વટાવીને યૌવનાવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેઓને ઉંમરલાયક અને ભેગસમર્થ જાણી, શુભ તિથિ, શુભ મુહૂર્તમાં સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા. ચિત્રમાં વર્લ્ડમાનકુમાર તથા યશોદાનો હસ્તમેળાપ થતો બતાવેલો છે. બંનેની વચ્ચે સળગતે અગ્નિ બતાવેલો છે. બંને બાજુએ ચોરીના વાસણે તથા કેળને સુંદર માંડવો બાંધે છે. ચિત્રની નીચેના ભાગમાં સાત હંસપક્ષીઓની સુંદર રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ પ્રસંગ પણ બીજી હસ્તતેમાં જવલ્લે જ મળી આવે છે. ચિત્ર ૧૯ અર્ધવરસ દાન (જમણી બાજુનું ચિત્ર). જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક-સંવત્સરી–દાન આપી, જાતનું દારિદ્ર ફડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર એમ નામને બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પોતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાહ્મણ પત્નિ તેને લડવા લાગી કેઃ “અરે! નિર્ભાગ્ય શિરોમણિ! શ્રી વર્ધ્વમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યું ત્યારે તમે ક્યાં ઉંઘી ગયા હતા ? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા ! જાઓ, હજી પણ મારુ કહ્યું માની જેગમ કલ્પવૃક્ષ સમાન શ્રી વર્ધમાન પાસે જશે તે તે દયાળ અને દાનવીર તમારું દારિદ્ર દૂર કર્યા વિના નહિ રહે.” પિતાની સ્ત્રીના વચન સાંભળી પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યું અને કહેવા લાગ્યો કે : હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો ! આપે તો વાર્ષિક દાન આપી જગતનું દારિદ્ર દૂર કર્યું. હે સ્વામિ ! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તો ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયું હતું કે મારી ઉપર સુવર્ણધારાનાં બે ટીંપાં પણ ન પડયાં! માટે હે કૃપાનિધિ ! મને કાંઈક આપે મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરે !” કરુણાળુ પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કોઈ વસ્તુ ન હોવાથી, દેવદૂષ્ય વસ્ત્રનો અડધો ભાગ આપે, અને બાકીને પાછો પિતાના ખભા પર મૂ . ચિત્રમાં જમણી બાજુ દાઢીવાળા બ્રાહ્મણ ઊભેલો છે, તેના લાંબા કરેલા ડાબા હાથમાં શ્રી વર્ધ્વમાનકુમાર પિતાના જમણુ હાથથી દેવકૂષ્ય વસ્ત્ર આપતા દેખાય છે. શ્રી વર્ધ્વમાનકુમારના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ફૂલોવાળું એક વૃક્ષ શેભી રહેલું છે. ચિત્ર ૨૦૦ ગોવાલને ઉપસર્ગ (ડાબી બાજુનું ચિત્ર). એક વખત વિહાર કરતા કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે, કુમાર નામના ગામમાં પહોંચવા અને ત્યાં રાત્રિએ કાઉસગમાં રહ્યા. પ્રભુ ત્યાં પહોંચ્યા તે વખતે કે એક વાળીઓ, આ બે દિવસ બળદિયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયો દોહવા માટે પોતાના ઘેર ગયે; પેલા બળદિયા "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238