________________
૧૮]
જેન ચિત્ર કહષક ગ્રથ બીજે ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયવને કંપાવનારી, ઉતાવળી અને દેને યોગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી દેતા હતા તે હરિર્થગમેષિન દેવ, તીછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની મધ્યભાગમાં થઈને જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં, ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સૂઈ રહી છે ત્યાં પહે. ત્યાં પહોંચતાં જ પ્રભુના ગર્ભનાં દર્શન થતાં જ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુદગલ દૂર કર્યો અને શુભ પુદગલ સ્થાપન કર્યા. પછી “હે ભગવાન ! મને અનુજ્ઞા આપ.” એમ ઉચ્ચારણ કરી પ્રભુ મહાવીરને બિલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પિતાની દિવ્ય શક્તિ વડે બન્ને હાથની અંજલિમાં લીધા.
પછી ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી સૂતેલાં છે ત્યાં આવી, તેમના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદગલો દૂર કરી, પવિત્ર પુદગલો સ્થાપી, પ્રભુને બિલકુલ હરકત ન આવે તેવી રીતે સુખ પૂર્વક, પિતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંક્રમાવ્યા.
ચિત્રમાં ત્રિશલા ક્ષત્રિયાણી સેનાના પલંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂતેલાં છે, અને તેમના પગ અગાડી બન્ને હાથમાં ભગવાન મહાવીરના ગર્ભને પકડી રાખીને હરિણંગમેષિન ઊભેલો છે. ત્રિશલા માતાએ વાદળી રંગની કંચુકી અને સોનેરી ઉત્તરીય તથા ઉત્તરસંગ સુંદર ચિત્રાકૃતિઓવાળા પહેરેલાં છે. હરિણમેષિનનું ઉત્તરીય લીલા રંગનું, વાદળી રંગની ચિત્રાકૃતિઓ સહિતનું છે, અને લાલ રંગની સુંદર ચિત્રાકૃતિઓવાળું ઉત્તરસંગ હવામાં ઉડી રહેલું દેખાય છે. ત્રિશલાના પલંગની નીચે પાણીની ઝારી, સગડી તથા પાદપીઠ છે. ત્રિશલાના ઉપરના ભાગમાં સુંદર સોનેરી ચંદરવો, લાલ રંગની ચિત્રાકૃતિઓવાળા બાંધેલો છે. ઉપરના ભાગમાં ત્રણ વાતાયને છે. ચિત્રના છેક ઉપરના ભાગમાં લીલા અને વાદળી રંગથી આકાશની રજૂઆત ચિત્રકારે કરેલી છે.
આ પ્રતના કુલ ૪૫ ચિત્ર પિકી અહીં રજૂ કરેલ ચિત્ર ૨૧, ૨૫, ૩૦ અને આ ચિત્ર મળીને કુલ ૪ ચિત્રોમાં જ સોનેરી શાહીનો પ્રચૂર ઉપયોગ કરે છે, બાકીના બધાં જ ચિત્રોમાં વિવિધ રંગને છૂટથી ઉપયોગ કરે છે.
ફિલક ૩૦ ચિત્ર ૩૬. પાર્શ્વનાથ નિર્વાણ. પ્રતના પાના ૬૬ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ ૩૪૩ ઇંચ છે.
વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં, શ્રાવણ સુદી અષ્ટમીના દિવસે, સમેતશિખર પર્વત ઉપર, જલરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મોક્ષે ગયા.
ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર આભૂષણે સહિત પદ્માસનની બેઠકે નીલવર્ણવાળા પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજ-ધરદ્ર–ની સાત ફણાઓ છે. પ્રભુની અને બાજુએ ચામર ઉડાડનાર એકેક પરિચારક ઉભેલ છે.
"Aho Shrutgyanam