Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 177
________________ ચિત્ર વિવરણ [ ૪૯ ફલક પ ચિત્ર ૮૯. આનંદ કરતાં દૈવે. સુપાર્શ્વપ્રભુના જન્મ મહોત્સવ વખતે, દેવે જૂદી જૂદી જાતનાં વાદ્યો વગાડીને આનંદ કરતાં દેખાય છે. ચિત્રમાં કુલ ચાર દેવા છે. તેમાં ઉપરના દેવના જમણા હાથમાં ઘંટ, તથા ઉંચા કરેલા ડાબા હાથમાં ઘંટ વગાડવાના દંડ છે. પ્રથમ દેવની પાછળ બંને હાથે ઢોલ વગાડતા દેવ ઊભેલા છે, દેવના બંને હાથેાની ગતિ ખાસ જોવા જેવી છે. નીચેના એ દેવા પૈકી, પ્રથમ દેવના બંને હાથમાં શંખ છે, અને પ્રથમ દેવની પાછળ ઊભેલેા ખી દેવ ભૂંગળ વગાડે છે. આ ચિત્રપ્રસંગ ચિત્રકારના સમયના સંગીતના વાઘો તથા વગાડવાની પદ્ધતિને પૂરાવે આપણને પૂરા પાડે છે, જે શ્વેતાં આપણને લાગે છે કે ચિત્રકારના સમયમાં પશ્ચિમ ભારતની પ્રજામાં સંગીતનું જ્ઞાન અને સન્માન ઘણા જ ઉચ્ચ પ્રકારનાં હાવાં જોઈ એ. લક ૬ ચિત્ર ૯૦. દિન ગણધરના જંગલમાં ધર્મોપદેશ. ચિત્રની જમણી બાજુએ વિશાળ વૃક્ષની નીચે સાનાના ખોડ ઉપર બેઠેલા દિન નામના ગણધર સામે બેઠેલા ચતુર્વિધ સંઘને ધર્મોપદેશ આતા દેખાય છે. દિન ગણધરના ઊંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. સ્થાપનાચાર્યની ઉપરના ભાગમાં એક સુંદર કેળનું વૃક્ષ શેાલી રહેલું છે. કેળના વૃક્ષની બાજુમાં અને ધર્મોપદેશ સાંભળવા બેઠેલા સાધુના મસ્તકના ઉપરના ભાગમાં અપેારના સમય અતાવવા માટે ચિત્રકારે આખા સૂર્યની આકૃતિ રજૂ કરેલી છે. સાધુની પાછળ એક વિશાળ વૃક્ષ છે. વૃક્ષની પાછળ સુંદર વસ્ત્રાભૂષણે પરિધાન કરીને બે શ્રાવકે અને હસ્તની અંજલ જોડીને ધર્મોપદેશ સાંભળતાં બેઠેલા છે. સાધ્વીજીની પાછળ સુંદર અને કિંમતી વસ્ત્રાભૂષા પરિધાન કરીને બેઠેલી એક શ્રાવિકા પણુ અને હસ્તની અંજલિ જોડીને ધર્મોપદેશ સાંભળે છે. શ્રાવિકાની માજુમાં પણ એક કેળનું વૃક્ષ શેાભી રહેલું છે. આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની રજૂઆત કરીને, ચતુર્વિધ સંઘની રજૂઆત ચિત્રકારે કરેલી છે. પશ્ચિમ ભારતીય ચિત્રકલાના આજસુધી પ્રસિદ્ધ થએલા ચિત્રામાં આવું સુંદર અને સુવ્યવસ્થિત પ્રાકૃતિક દૃશ્ય હજી સુધી કલારસિકે! સમક્ષ રજૂ થએલું નથી. ૧૩ ૬૭ ચિત્ર ૯૧-૯૨૯૩. આ ત્રણે ચિત્રા એક જ પાના ઉપર છે. (૯૧) શ્રીસુપાર્શ્વપ્રભુ શલેશી ધ્યાનમાં, (૨) સુપાર્શ્વપ્રભુનું મૃતક વિમાન ઉપાડતા દેવે, તથા (૯૩) શ્રીસુપાર્શ્વપ્રભુના અગ્નિસંસ્કાર. આ ચિત્ર પ્રસંગેા અનુક્રમે ચિત્રની જમણી માનુશી જોવાનાં છે. ચિત્ર ૯૧માં સુવર્ણવર્ણના સુપાર્શ્વપ્રભુ સમેતશિખર પર્વતના ઉપરના ભાગમાં કાર્યોંત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભેલા છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં વાદળી રંગના વાદળાંઓ આવેલાં છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગથી બંને બાજુના કાનની પાસે એક એક કમલપ્સ્યૂલ લટકે છે. પ્રભુના પગની નીચેના પર્વતની બંને બાજુએ એકેક વૃક્ષની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્રના અનુસંધાને, ચિત્ર ૯૨માં ચાર દેવેએ ઉપાડેલી પાલખીમાં સુપાર્શ્વપ્રભુનું મૃતક એસાડેલું છે. આ ચિત્રમાં મૃતકના બદલે તીર્થંકરા જેવી રીતે દીક્ષા લેવા જતાં પાલખીમાં બેઠેલા "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238