Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 189
________________ ચિત્ર વિવરણ [ ૫૩ જેવાનાં છે. ચિત્ર ૧૨૮ માં જંગલમાં દેડતી ગાયો તથા બંને ખભા ઉપર ગોરસની મટકીઓ છીંકામાં લઈને જતો ગોવાળીએ રજૂ કરે છે. ચિત્ર ૧૨૯ માં (ચિત્રની જમણી બાજુ) સુંદર ચિત્રાકૃતિ ચીતરેલી છે. ચિત્ર ૧૩૦ માં (ચિત્રની ડાબી બાજુ) અનુક્રમે ત્રણ હશે જમણી બાજુથી અને બીજા ત્રણ હંસે ડાબી બાજુથી ચીતરીને છ હંસની સુંદર ચિત્રાવલિ રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૧ માં સુંદર ચિત્રાકૃતિઓની વચ્ચે ઉડતાં દસ પક્ષીઓની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૨ માં પાણીના ઉપરના ભાગમાં ઉડતાં પક્ષીઓની વિવિધ સુષ્ટિ સુંદર રીતે રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૩ માં સુંદર ચિત્રાકૃતિઓ વચ્ચે ઉડતાં દસ પક્ષીઓની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૪ માં પાણીમાં તરતી માછલીઓ તથા કાચબાઓ બતાવ્યાં છે અને તે માછલીઓ વગેરેને સુંદર રીતે ગોઠવીને ચિત્રાકૃતિઓ રૂપે રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૫ માં સુંદર બાર ચિત્રાકૃતિઓની એક હારમાળા રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૬ માં સુંદર ભૌમિતિક આકૃતિ રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૭ માં જંગલની અંદરથી પસાર થતી જુદી જુદી જાતની માનવસૃષ્ટિ રજૂ કરેલી છે. જેમાં ઘોડેસવાર, હાથીસવાર તથા પાલખીમાં બેઠેલ કોઈએક મહદ્ધિક પુરુષ તથા પગે ચાલતે પદાતિ દેડતાં હરણની પાછળ દોડતો શિકારી વગેરેની કરેલી રજૂઆત આપણને આ ચિત્રાકૃતિઓ ચતરનાર ચિત્રકારને માનવસૃષ્ટિ તથા પ્રાણીસૃષ્ટિનું સુંદર જ્ઞાન હોવાની સાબિતી પૂરી પાડે છે. ફલક ૭૬ ચિત્ર ૧૩૮ હાથી. ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં વમમાં હાથીને જોયો. એ હાથી ભારે જવાળ, ચાર દાંતવાળા, ઊંચા, ગળી ગએલા ભારે મેઘની સમાન ધળો, તથા ભેગે કરેલો મોતીનો હાર, દૂધને દરિયે, ચંદ્રનાં કિરણે, પાણીનાં બિંદુઓ, રૂપાને મોટો પહાડ, એ બધા પદાર્થો જે છે હતે. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાએલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપોળનું મૂળ છે. વળી, એ હાથી દેના રાજાના હાથી–અરાવણ હાથી–ના જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણરીતે ભરેલા વિપુલ મેઘની જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીને ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણાથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વમમાં જૂએ છે. ચિત્રમાં હાથીને બે દાંત છે. વળી, તેના ઉપર તેનો માવત બેઠેલો છે. માવતની પાછળ અંબાડી છે. અંબાડીની પાછળ એક ચામર ધરનારો પરિચારક ચામર વીંઝતો બેઠેલે છે. ચિત્રની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયનો છે. વાતાયનની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલે છે. ચિત્ર ૧૩૯ વૃષભ. ત્યારપછી વળી, ધળા કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238