________________
૨૦)
જેના ચિત્ર કલ્પદ્રુમ થ બીજો બીજાને પિતાની શંકા પૂછયા વગર સર્વજ્ઞ હોવાનો દાવો કરતા હતા. આ અગિયારે પંડીતોની જૂદી. જુદી શંકાએ પ્રભુએ દૂર કરવાથી પિતાના ચુમ્માલીસ શિ સાથે, શ્રી ઈદ્રભૂતિથી લઈને પ્રભાસ સુધીના અગિયારે પંડીતાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. આ અગિયારે પંડીતે પ્રભુ પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને, અગિયાર અંગો અને ચૌદપૂર્વની રચના કરી. પ્રભુએ તેઓને ગણધરપદે નિયુક્ત કર્યો. આ અગિયારે ગણધરની આ પ્રતમાં ચિત્રકારે બે ચિત્રોમાં રજુઆત કરેલી છે. તેમાં ચિત્ર ૩૯ભાં છ ગણુધાની અને ચિત્ર ૪૧માં પાંચ ગણધરની અનુક્રમે રજૂઆત કરેલી છે.
ચિત્રમાં ઉપર ત્રણ અને નીચે બીજા ત્રણ ગણધરે ચીતરેલા છે. દરેક ગણધર સોનાના સિંહાસન ઉપર બેઠેલા છે અને દરેકે સફેદ વસ્ત્ર પહેરેલાં છે. વળી દરેકના ઊંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ-મુખવસ્તિકા છે. દરેકના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચંદરે બાંધેલ છે.
ચિત્ર ૪૦. ત્રિશલાના ચૌદ સ્વ. પ્રતના પાના ૨૦ ઉપરથી. ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચ છે.
જે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું સંક્રમણ થયું તે સમયેમધ્યરાત્રિએ તે પોતાની અવર્ણનીય શસ્યામાં અલ્પનિકા કરતી હતી, એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારાં ચૌદ મહાવો જેઈ જાગી ઉઠી. એ ચૌદ મહાસ્વમો આ પ્રમાણે હતાં – (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષમી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણચંદ્ર, (૭) ઊગતા સૂર્ય, (૮) ધ્વજા, (૯) પૂર્ણકુંભ, (૧૦) પા સરોવર, (૧૧) ક્ષીર સમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નને ઢગલો, અને (૧૪) ધૂમાડા વગરને અગ્નિ.
ચિત્રમાં દેવાનંદાએ ચોળી, સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી, ઉત્તરસંગ વગેરે વસ્ત્રો, કાનમાં કુંડલ, કંઠે તથા મોતીની માળા વગેરે આભૂષણે પરિધાન કરેલાં છે. તેમની શયામાં સુગંધીદાર ફેલે બિછાવેલાં છે. તેણી તકીઆને અઢેલીને-ટેકો દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખે છે. તેણીના માથામાં આભૂષણ છે, અને માથાની વેણી છુટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. પલંગની નીચે પાદપીઠ, પાણીની ઝારી વગેરે ઉપગી વસ્તુઓ મૂકેલી છે.
ચિત્રકારે ચિત્રના ત્રણ ભાગ પાડેલા છે. તેમાં સૌથી ઉપરના ભાગમાં હાથી, વૃષભ, સિંહ તથા લકમી વગેરે ચાર સ્વ, મધ્ય ભાગમાં પૂર્ણ કુંભ, દેવવિમાન, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, નિર્ધમ અગ્નિ તથા દવા વગેરે છ સ્વમો અને નીચેના ભાગમાં પલંગમાં સૂતેલા ત્રિશલા માતા અને પૂર્ણ ચંદ્ર, ઊગતા સૂર્ય અને ફૂલની માળા વગેરે ચાર સ્વમો મળીને કુલ ચૌદ સ્વો આ ચિત્રમાં રજૂ કરેલાં છે. ચિત્રમાં રંગેની સપ્રમાણ વહેંચણી તથા પ્રસંગને રજૂ કરવાની ચિત્રકારની સિદ્ધહસ્તતા જગતના કેઈપણ કલાપ્રેમીને તેની કળા પ્રત્યે માન ઉપજાવે તેમ છે.
ફલક ૩૩ ચિત્ર ૪૧. પ્રભુ મહાવીરના પાંચ ગણુધરે. વ્રતના પાના ૮૩ ઉપરથી. આ ચિત્રની પહે. ળાઈ અને લંબાઈ પણ ૨×૩ ઈચ છે.
"Aho Shrutgyanam