Book Title: Jain Chitra Kalpadruma
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 11
________________ નિવેદન પઢીના વહીવટદારે ઉપર પત્ર લખવા પ્રેરણા કરી અને મારા પત્રના જવાબમાં આ પુસ્તકના પ્રકાશન માટે રૂપિયા પાંચ હજારની લોન ત્રણ વર્ષ માટે વગર વ્યાજે આપવાનું વચન આપીને મારા નિશ્ચયને વધારે મજબૂત કર્યો. સંજોગવશાત તે લોનને લાભ મેન લીધે, તો પણ પેઢીના વહીવટદારોએ મારા આ ગ્રંથની સારા પ્રમાણમાં નકલો લેવાનું વચન આપીને મારા આ કાર્યની ઉમદા કદર કરી છે અને મારા હાલના ચાલુ અભ્યાસકાળ દરમિયાન પણ તેઓએ હૅલરશિપ આપીને મને વધુ અભ્યાસ કરવાની તક આપી છે તે માટે તેઓને હું આભાર માનું છું. આર્થિક સહાયકામાં સર ચીનુભાઈ, શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી, એક નામ નહિ આપવા ઇરછનાર સગ્રુહસ્થ તથા શેઠ બકુભાઈ મણિલાલ અને શેઠ જીવતલાલ પ્રતાપસીંગ વગેરે જેન તથા જૈનેતર સંગ્રહસ્થાએ મારા આ ગ્રંથના અગાઉથી ગ્રાહક થઈને મારા કાર્યને ઉત્તેજન આપ્યું છે તેમજ શ્રીયુત ચીમનલાલ કડીઆ તથા શ્રીયુત પિપટલાલ મોહનલાલભાઈ વગેરેએ જે અમૂલ્ય સહાય આપી છે તેઓનો પણ આ તકે ઉપકાર માનું છું. પૂજ્ય મુનિમહારાજેમા આચાર્યદેવ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી, શ્રીવિજયનીતિસૂરીશ્વરજી, શ્રી પ્રવર્તક છ કાંતિવિજયજી, સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી તથા પાટણ બિરાજતા વિર્ય શ્રીચતુરવિજયજી તેમજ તેઓશ્રીના વિદ્વાન શિવ શ્રીપુણ્યવિજયજી વગેરેએ પોતાના અમૂલ્ય સંગ્રહની પ્રતિનો ઉપયોગ કરવા સારૂ મને પરવાનગી આપવા માટે (ખાસ કરીને પ્રવર્તક છે કાતિવિજ્યજી તથા સ્વર્ગસ્થ શ્રીહવિજયજીના સંગ્રહનો તો આ પ્રકાશનમા ને વધારે ઉપયોગ કર્યો છે તે માટે) એ સઘળાને પણ આભાર માનું છું પાટણના સમગ્ર જ્ઞાનભંડારોના દસદસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસે અથાગ મહેનત કરીને વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીએ “ભારતીય જૈન શ્રમનસ્કૃતિ અને લેખનકળા નામને એક સ્વતંત્ર પુસ્તક જેટલા વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રણયુગમાં પ્રાચીન સંસ્કૃતિના સ્મારકરૂપ અદશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેના સાધનો નશ્ક ગુજરાતની પ્રશ્નનું ધ્યાન દોરીને જે અમૂલ્ય ખજાને ગુજરાતની પ્રજા સમક્ષ મૂક્યા છે તેને માટે તે મારી સાથે સારુંયે ગુજરાત તેઓશ્રીનુ ઋણું રહેશે. એ ઉપરાંત, આ ગ્રંથને આમુખ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રોફેસર તથા પેન્સિલવેનિયાના મ્યુઝિયમ ઍક ઈન્ડિયન આર્ટ'ના કયુરેટર પ્રોફેસર મર્મન બ્રાઉને લખી આપ્યો છે તેમને, પ્રથની પ્રાવેશિકા નોંધ લખી આપનાર બ્રિટિશ ગવર્મેન્ટ ઍક ઇન્ડિયાના રિટાયર્ડ એપિચાકિસ્ટ અને હાલમાં વડોદરા રાજ્યના પ્રાચીન શોધખોળ ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રી કે જેના હાથ નીચે છેલ્લા પાંચ મહિનાથી હું પ્રાચીન લિપિઓ તથા ધોળ ખાતાને અભ્યાસ વડોદરાના નામદાર દિવાન સાહેબની પરવાનગીથી કરી રહ્યો છુ તેમને, આ કાર્યમા મને અવારનવાર ઉપયોગી સુચનાઓ આપીને “બાલગોપાલ સ્તુનિ વગેરેના લોકે સમજાવીને તથા તેના અથાં વગેરે લખાવીને મને સહાય આપનાર ગુજરાતના વવદ્ધ સાક્ષરવર્ય દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબને, “પ્રાચીન ચિનુ કલાતત્ત્વ' નામનો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 255