Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણ ભગવંતોએ પૂ.આ.ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની હિત શિક્ષા હવે શિષ્યોને માટે પણ જ્ઞાનીઓએ આ ધ્યાન રાખવાનું જણાવ્યું છે કે આ સૂરિની આજ્ઞામાં જે આવે છે એવા શિષ્યગણ તમારે કદી પણ આચાર્યની નિશ્રા ન મૂકવી કારણ કે તે નિશ્રા સંસાર સાગરને પાર કરનારી છે. ભલે કદાચ આપણને સારણા વારણા કરે કદાચ કડવા લાગે પણ વાસ્તવમાં એજ ખરેખર અમૃત જેવ મીઠા છે. એજ આત્માના દોષોનું નિવારણ કરાવે છે અને આત્માને માર્ગની આરાધનામાં સ્થિત બનાવે છે. માટે એટલું ધ્યાન રાખવાનું કે કદાપિ આ આચાર્યને પ્રતિકુળ નહિં થવાનું. એમને અનુકુળ વર્તવાનું એમના અનુવર્તક બનવાનું એ રીતે કરો તો તમારો ક્રિયાભ્યાસ સફળ થાય. ઘર છોડ્યું, સંસાર છોડ્ય એ સફળ ત્યારે જ બને કે આચાર્યની નિશ્રા રાખીને તેમને જરાય પ્રતિકુળ ન વર્તીએ અને હંમેશા અનુકુળ વર્તીએ. નહિંતર આ પ્રમાણે આચાર્યને જો પ્રતિકૂળ વર્તવામાં આવે તેમની ઈચ્છા ન હોય તેમ વર્તીએ તો સંસારની અંદર ધોર વીટંબણા પ્રાપ્ત થાય. અહીં પણ થાય અને પરભવની પણ થાય એટલે કહ્યું છે. એ આત્માઓને ધન્ય છે જે આત્માઓ જ્ઞાનનું ભાજન માત્ર બને છે અને ચારિત્રવાળા બને છે તે હંમેશા ગુરુના ચરણની સેવા કરનારા બને છે. નિઃપ્રકંપ ચારિત્રવાળા બને છે. એટલે ગુરુના ચરણની સેવા પહેલા નંબરમાં છે. જો એ કરવામાં આવે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી સમ્યગ્ જ્ઞાન-દર્શનના ભાજન બન્યા અને સમ્યગ્ ચારિત્ર નિષ્કલંક થાય. એટલા માટે મદનું બારણું કરવું. કારણ કે આચાર્યનું પ્રતિકુળ કરવાનું ત્યારે જ આવે છે કે મદ આવે છે. એટલા માટે એવા અનાદિકાળથી ચાલી આવતા મદનું નિવારણ કરવું. સકલ પ્રદાર્શના જળને કરાવનાર એવા સૂરિપદની સમ્યક્ ઉપાસના એનાથી મદનું નિવારણ થશે. અને શુભ પ્રકારના એવા આચારોનું પાલન કરવું. આ આચારો જ્ઞાન અને દર્શનની સંપત્તિ આપનારું છે. જેવી રીતે નદી મૂળમાં અતિ સાંકડી-નાની હોય છે અને સમુદ્રમાં મળતી વખતે એનો પટ વિશાળ થઈ ગયો હોય છે એમ સમ્યગ્ જ્ઞાનદર્શન-ચારિત્રના ગુણોથી આચાર્યની સેવા કરતા જવાથી અત્યારે થોડા-નાના ગુણવાળા પણ કાલે સમુદ્ર જેવા મોટા થઈ જશે. એટલે અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રની સંપત્તિનાં માલિક બનશે. આ શિષ્ય વર્ગે ધ્યાન રાખવું. મહા સુદ-૧૩, વિ.સં.૨૦૪૦, જલગાવમાં આપેલ હિતશિક્ષામાં થી સાભાર પૂ.આચાર્ય ભગવંતોને પ.પૂ.આ.ભ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાની હિતશિક્ષા જુઓ, મહાનુભાવ તમારા આત્માને ધન્ય છે કે તમને જીનાગમની પ્રાપ્તિ થઈ, જીનાગમનો બોધ મળ્યો જીનાગમ કેટલા મહાન પ્રભાવક છે કે સંસારરૂપી પર્વત ને પણ ભેદી નાંખનાર છે. વજ્ર જેવા જીનાગમનું ઉત્તમ આત્મા-ધન્ય આત્મા શરણ અંગીકાર કરે છે. આ સંસારના જીવો સમજી રાખવાનું કે બધા ભાવ રોગથી પીડાતા છે અને તમે મુક્ત છો. તે એના ભાવથી વૈધ બનેલા છો. એટલે એના ભાવ રોગોનું નિરાકરણ કરવા પ્રયત્ન કરજો. દયા ભાવ કરતાં રહેજો. એ રીતે કરીને પ્રયત્નપૂર્વક સૂરિપદને સારી રીતે ચરિતાર્થ કરજો. એટલે માટે આ શિષ્ય ગણને ખૂબ જ સારી રીતે સાચવજો. આ પ્રકારની કલ્પવિધિ છે. પૂર્વાચાર્યથી આવતો એક કલ્પ છે એટલે સૂરિપદે સ્થાપિત કરતી વખતે ઉપબૃěણા કરી તમને બધાને કહેવાનું ન હોય એટલે આજે સારી રીતે અજવાળજો એનાથી શાસનની શોભા કરતાં રહેજો. ભવ્યજીવોનું કલ્યાણ કરતાં રહેજો. એજ મંગલકામના. મહાસુદ-૧૩, વિ.સં. ૨૦૪૦, જલગાવમાં આચાર્યપદ પ્રસંગે પ.પૂ.આ. શ્રી વિ.ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.એ આપેલ હિત શિક્ષામાંથી સાભાર. ते ज्ञान भाजना धन्याः, ते हि निर्मल दर्शना: ।

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 91