Book Title: Gyansara Author(s): Pradyumnasuri, Malti K Shah Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 9
________________ ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો તથા કાર્યપદ્ધતિ ઉપાધ્યાય યશોવિજયજીકૃત “જ્ઞાનસાર અષ્ટક - સ્વપજ્ઞ બાલાવબોધ સાથેના આ કાર્ય માટે મેં ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતોની વિગતો અત્રે પ્રસ્તુત છે. કુલ અગિયાર હસ્તપ્રતોને કાળક્રમ પ્રમાણે ગોઠવીને તે દરેકને અંગ્રેજીમાં 1 થી 11 નંબર આપવાની પદ્ધતિ અપનાવેલ છે. “જ્ઞાનસાર' ગ્રંથ લખાયો વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુર નગરમાં. તેનો બાલાવબોધ ઉપાધ્યાયજીને પોતાને વાચક પદવી મળ્યા પછી એટલે કે સં. ૧૭૧૮ કે તે પછી રચ્યો. અત્રે પ્રાપ્ત હસ્તપ્રતોમાં સૌથી નજીકની પ્રત સં. ૧૭૬૨ની છે, એટલે પ્રમાણમાં નજીક કહી શકાય તેવા સમયની છે. પૂ. ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરની પ્રત મેળવવા માટે પ્રયત્ન કર્યો પણ તેમાં અદ્યાપિ સફળતા મળી નથી, જો ક્યાંક સ્વહસ્તાક્ષરવાળી પ્રત હોય અને કાળબળે આપણને તે પ્રાપ્ત થાય તો એ આપણા સૌનું સૌભાગ્ય ગણાય. અત્યારે તો જે હસ્તપ્રતો સચવાયેલ છે તે પણ ઓછી સંતોષની વાત નથી. અત્રે ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો નીચે પ્રમાણે છે. હસ્તપ્રતોની સૂચિ નં. 1 વિ.સં. ૧૭૬૨ લહિયા : મુનિ ભાવરત્ન | પત્ર - ૩૧ | ગ્રંથભંડાર - લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ. (નં. ૩૭૨૫) નં. 2 વિ.સં. ૧૭૬૫ | લહિયા : નામ ચેકી નાખેલ છે | પત્ર - ૪૨ / ગ્રંથભંડાર : ભાભાના પાડાનો ભંડાર, પાટણ (નં. ૫૯૯, ડા. નં. ૧૭) નં. 3 વિ.સં. ૧૭૬૮ / લહિયા : સૌભાગ્યવિજય ગણિ | પત્ર - 10 | ગ્રંથભંડાર : કોડાય (કચ્છ) સદાગમ ભંડાર (નં. ૧૧૪/૫૩૨) નં. 4 વિ.સં. ૧૭૭૩ | લહિયા : મોઢ બ્રાહ્મણ | પત્ર - ૪૩ | ગ્રંથભંડાર : ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ | (નં. ૬૬૨૩ (૪૬/૨૩/૩૭) ડા. નં. ૧૩૯) નં. 5 વિ.સં. ૧૭૭૫ / લહિયા : તપગચ્છના યતિ | પત્ર - ૬૯ | ગ્રંથભંડાર : સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ-૧. (નંબર નથી) નં. 6 વિ.સં. ૧૮૩૧ | લહિયા : રત્નકુશળ | પત્ર - ૩૪ | ગ્રંથભંડાર : સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ-૧. (નંબર નથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240