Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ૭ શ્લોકોના અર્થને સમજવામાં મને ઘણો સમય આપ્યો, ભાષાકીય રીતે સમગ્ર લખાણને મઠારવામાં મદદ કરી તેનું હું કૃતજ્ઞતાપૂર્વક અને આનંદપૂર્વક સ્મરણ કરું છું. સ્વ. શ્રી જયંતભાઇ કોઠારીએ આ કામના શરૂઆતના તબક્કામાં કઈ હસ્તપ્રતને મુખ્ય માનવી, હસ્તપ્રતોની પસંદગી કેવી રીતે કરવી વગેરે અંગે જે ચોકસાઇભરી વિગતો સમજાવી તે પણ મને ખૂબ ઉપયોગી નીવડી છે. ટી. સી. બ્રધર્સવાળા શ્રી કોકિલાબહેન પારેખે સમગ્ર લખાણ ખૂબ ભાવપૂર્વક સાંભળીને અર્થની રજૂઆતમાં ઉપયોગી સૂચનો કર્યા છે તે મને ખૂબ મદદરૂપ નીવડ્યા છે. પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના અન્ય કાર્યોની જેમ આ કાર્યમાં પણ શ્રી કાંતિભાઈ બી. શાહનો ભક્તિભાવપૂર્વકનો સહયોગ સાંપડ્યો છે. મારા સ્વ. પૂ. પિતા તથા માતાએ અમારા ઘડતરમાં જે ફાળો આપ્યો, સ્વ. પૂ. લક્ષ્મણભાઈ ભોજકે જે લિપિજ્ઞાન શીખવાડ્યું, મારા બંને પક્ષના સૌ કુટુંબીજનોએ કોઇપણ જાતની ભૌતિક અપેક્ષા વગર મને જે રીતે પ્રોત્સાહિત કરી, અનેક સ્નેહી-સ્વજનોએ મારા આ કામમાં મને નાની-મોટી મદદ કરી તે સૌનું ઋણ ચૂકવવું અઘરું છે. પુસ્તકપ્રકાશન માટે ‘શ્રી શ્રુતજ્ઞાન પ્રકાશક સભા'ના સહયોગ તથા તેને આવા રૂડા પરિવેશમાં ગ્રંથરૂપે રજૂ કરવા માટે કિરીટ ગ્રાફિક્સના શ્રી શ્રેણિકભાઈની અથાગ મહેનત વગર આ કામ સંભવે જ નહીં, તેઓનું પણ હું સાનંદ સ્મરણ કરું છું. આ નિમિત્તે મને ‘જ્ઞાનસાર'નો સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો તે મારા જીવનનું અનેરું બળ છે. આ ગ્રંથના માધ્યમથી પૂ. ઉપાધ્યાયજી મહારાજે આપણા માટે એવી ગંગા વહેવડાવી છે કે આપણે તેમાં સ્નાન કરીને શુચિતાનો અનુભવ કરી શકીએ. આ ગ્રંથ માત્ર તત્ત્વજ્ઞાન કે સિદ્ધાંતોનો ગ્રંથ નથી, પણ ખરેખર તો આચારનો ગ્રંથ છે. આમાં રજૂ થયેલા વિચારોમાંથી આપણે આપણા આચરણને રતિભાર પણ સુધારી શકીએ તો આ શ્રમ કર્યો લેખે લાગે. અંતે તો આપણી જીવનશૈલીમાં કંઇ સુધારો થાય, જીવમાત્રને સમાન જાણીને આપણા આચરણમાં તેને અનુરૂપ ઉદારતા આવે તેનું અનેરું મૂલ્ય છે. આ રજૂઆતમાં જે પ્રાણસભર છે તે તો ઉપાધ્યાયજીની વાણીનો જ પ્રતાપ છે અને જે ઊણપો છે તે પ્રત્યે આત્મીય જનો ગમે ત્યારે મારું ધ્યાન ખેંચશે તો હું ઉપકૃત થઇશ. સૌ સત્યમ્, શિવમ્, સુંદરમ્ના મૂલ્યોની પ્રાપ્તિસભર આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધે એવી મંગળમય ભાવના સાથે વિરમું છું. ૮, શ્રીપાલ એપાર્ટમેન્ટ, દેરી રોડ, કૃષ્ણનગર, ભાવનગર - Jain Education International ૩૬૪૦૦૧ તા. ૧૨-૧૦-૨૦૦૭ સં. ૨૦૬૩, આસો સુદ એકમ For Private & Personal Use Only - – માલતી કિશોરભાઈ શાહ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 240