Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ નિત્ય દીપોત્સવ દિવાળીના દિવસો કોને પ્રિય ન હોય ? મંગલમય, આનંદમય આ દિવસો આબાલવૃદ્ધ સહુને અનેરી શક્તિ પ્રદાન કરે છે. વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરનગરમાં દિવાળીના દિવસે પૂર્ણ થયેલ “જ્ઞાનસાર” ગ્રંથની રચના દ્વારા “નિત્ય ભાવદિવાળીનો મહોત્સવ ઉજવાય એવી શુભ ભાવના ગ્રંથકર્તા ઉપાધ્યાય યશોવિજયજીએ (ચૂલિકા, શ્લો. ૧૩માં) વ્યક્ત કરી છે. આ કૃતિ વાંચતાં વાંચતાં જેમ જેમ એમાં વ્યક્ત થયેલ શબ્દોના મર્મને પામતા જઈએ છીએ તેમ તેમ આ ભાવદિવાળી મહોત્સવના છાંટા આપણને પણ ઊડતા અનુભવાય છે, તેમજ ઊર્જાસભર ભાવવિશ્વનો અનુભવ તેમાંથી થયા જ કરે છે. અમર વચનોની મંજૂષા જેવી આ કૃતિનું આકર્ષણ દરેક યુગમાં જૈન-જૈનેતર વિદ્વાનો, સાધકો, સંતોને રહ્યા કરે તે સ્વાભાવિક છે. “જૈન ધર્મની ગીતા'નું ઉપનામ ધરાવતા “જ્ઞાનસાર' ગ્રંથ ઉપર અત્યાર સુધીમાં અનેક જ્ઞાનીજનોએ પોતાની કલમ ચલાવી છે. લોખંડ જેમ લોહચુંબક તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય, તેમ ગુણીજન સ્વાભાવિક રીતે જ આ સબળ કૃતિ તરફ આકર્ષાય છે. “જ્ઞાનસાર’ ઉપર ઘણાં વિવેચનો થયાં છે, ઘણું લખાયું છે, ઘણું લખાશે. પરંતુ પ્રસ્તુત પ્રકાશનનો હેતુ થોડોક જુદો છે. મૂળ “જ્ઞાનસાર' કૃતિ સંસ્કૃતમાં. પૂ. ઉપાધ્યાયજીએ ચૂલિકાના અંતે નોંધ્યા પ્રમાણે સૂરજીતના પુત્ર શાંતિદાસની વિનંતીને કારણે “જ્ઞાનસાર'ના બાલાવબોધની રચના થઈ. સામાન્ય જિજ્ઞાસુ પ્રજા સંસ્કૃત શ્લોકોનો અર્થ સરળતાથી સમજી શકે તે માટે લોકભાષામાં - ગુજરાતીમાં તેની ટીકા રચાય એવી માગણી અને લાગણીને સંતોષવા માટે કર્તાએ પોતે જ ટીકા - બાલાવબોધની રચના કરી. આ સ્વપજ્ઞ બાલાવબોધ તેના મૂળ સ્વરૂપે પ્રકાશિત થાય તો ઉપાધ્યાયજીનાં ટંકશાળી વચનો આપણને પ્રાપ્ત થાય એવી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની ભાવના. પૂ. ઉપાધ્યાયજી મહારાજ વિ.સં.૧૭૪૩માં ડભોઇમાં કાળધર્મ પામ્યા, તેની ત્રિશતાબ્દીની ઉજવણી નિમિત્તે વિ.સં.૨૦૪૩માં (ઇ.સ.૧૯૮૭ના ડીસેમ્બર માસમાં અને ઈ.સ.૧૯૮૮ના માર્ચ માસમાં) અમદાવાદ અને કોબામાં પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં, “મહાવીર જૈન વિદ્યાલય'ના સહયોગથી બે સેમિનાર યોજાયા. આ સેમિનારમાં વિદ્વાન વક્તાઓ દ્વારા ઉપાધ્યાયજી મહારાજની અનેક કૃતિઓ વિષે વક્તવ્યો રજૂ થયાં. “મહાવીર જૈન વિદ્યાલય દ્વારા ઉપાધ્યાય યશોવિજયજી સ્વાધ્યાયગ્રંથ'ના નામે ઈ.સ. ૧૯૯૩માં આ વક્તવ્યો પુસ્તકાકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240