Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ આનંદ સાથેનો આવકાર જ્ઞાનસાર એ ચિંતન-મનન કરવા લાયક ગ્રન્થ છે. એ એક ઘરેણું છે. ખજાનો છે. આપણા શ્રીસંઘમાં અને વિદ્વાનોમાં આ ગ્રન્થ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ એક ઋષિમુનિની વાણી છે. આમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાના જીવનનું ચિંતનમધુ રજૂ કર્યું છે. જો આ ગ્રન્થના વિચારનો, બૌદ્ધિક સ્તરને વીંધીને તલસ્પર્શ થઈ જાય તો જીવનની દશા અને દિશા બદલાઈ જાય. ગ્રથને કંઠે કરવો એ સારી જ વાત છે, પણ પ્રસંગે પ્રસંગે તેના શબ્દોની પાછળ છુપાયેલી વાત્સલ્યની ધારાને ઓળખીને ચિંતનને યોગ્ય ભાવોને તેના અસલ સ્વરૂપમાં ચિંતવવા તે લાભદાયી છે. માલતીબહેને ખૂબ પરિશ્રમ લઈને આ ગ્રન્થનું સંપાદન કર્યું છે. ગ્રન્થમાં મૂળ છે, વળી પૂજ્યશ્રીએ જ રચેલો બાલાવબોધ છે અને તેને વર્તમાન ભાષામાં અવતારિત કરવામાં આવ્યા છે. અઘરા શબ્દોના અર્થ આપ્યા છે. વળી અકારાદિક્રમ પણ આપ્યો છે. ઉપાદેયતા માટે થઈ શકે તે બધું કર્યું છે. વાચકની અપેક્ષા રહે કે, અહીં ગ્રન્થની વિશેષતાદર્શક શ્લોકો ઉદ્ધત કરવામાં આવે; પણ ગ્રWગત ભાવો સંઘમાં સુપ્રચલિત છે. તેથી તેને શણગારની જરૂરત નથી. મોં ઉપર એટલી બધી લાલિમા છે કે તેને કોઈ પ્રસાધનની જરૂર ન હોય તેમ. આ ઋષિની વાણી સાથે મારી વાણી જોડીને તેનું મૂલ્ય ઘટાડવાની ઇચ્છા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 240