Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 190
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૮૯ સર્વે દ્રવ્યો યથાર્થ રીતે સમજાયાં છે. સર્વ દ્રવ્યોનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનીને વ્યવહારનયથી શ્રુતકેવલી કહેવાય છે. પ્રાભૃતમાં (શ્રી કુંદકુંદાચાર્યવિરચિત સમયસાર નામના ગ્રંથમાં) પણ કહ્યું છે કે - “હું” નામવાળો આ મારો આત્મા વિજ્ઞાનના ઘનવાળો, પરદ્રવ્યથી રહિત એકલો જ છે. પદ્રવ્યોથી ભિન્ન હોવાથી શુદ્ધ છે. પરદ્રવ્ય પ્રત્યે મમતા વિનાનો છે. વિશેષોપયોગ અને સામાન્યોપયોગવાળો છે. તāત્તો = તે આત્માના સ્વરૂપના જ ચિંતનવાળો તથા આવા પ્રકારના શુદ્ધ સ્વભાવવાળો હું તેવા પ્રકારના શુદ્ધ નિર્મળ એવા તષ્ઠિ = તે આત્મામાં જ દિવો = સ્થિર થયો છતો પૂર્વે સળે = આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા આ સર્વ વિભાવિક ભાવોને સ્વયં નેમિ = ક્ષય પમાડું છું. ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે કર્માદિ મેલ વિનાનો, નિર્મળ, ક્રોધાદિ કષાયો વિનાનો નિષ્કલંક અને જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળો આ આત્મા છે અને આવા સ્વરૂપવાળા આત્માનું તેવા પ્રકારનું આત્મતત્ત્વના લક્ષ્યવાળું જે જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે અને શાસ્ત્રોમાં આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવા જ સ્વરૂપનો જે સંપૂર્ણ નિર્ધાર અર્થાત્ શ્રદ્ધા તે જ સાચું દર્શન છે. જે જ્ઞાનથી અને દર્શનથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી અને દોષની નિવૃત્તિ થતી નથી તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન એ દર્શન નથી. અન્યત્ર કહ્યું છે કે - देहदेवल जो वसै, देव अणाइ अणंत । सो पर जाणहु जोइया, अन्न न तं तं नमंत ॥१॥ आत्मज्ञानेनैव सिद्धिः । साध्यमपि पूर्णात्मज्ञानम्, तदर्थमेव विवदन्ति(न्ते) दर्शनान्तरीयाः । प्राणामयन्ति रेचकादिपवनम्, अवलम्बयन्ति मौनम्, भ्रमन्ति गिरिवननिकुञ्जेषु, तथाप्यर्हत्प्रणीतागमश्रवणाप्तस्याद्वादस्वपरपरीक्षापरीक्षितं स्वस्वभावावबोधमन्तरेण न कार्यसिद्धिः । अतः प्राप्तावसरे तदेवानन्तगुणपर्यायात्मकमात्मज्ञानमात्मनाऽऽत्मनि करणीयम् । उक्तञ्च आत्माज्ञानभवं दुःखं, आत्मज्ञानेन हन्यते । अभ्यस्यं तत्तथा तेन, येन ज्ञानमयो भवेत् ॥१॥ ॥५॥ શરીર રૂપી દેવલમાં જે દેવ (આત્મા) વસે છે તે દેવ (આત્મા) અનાદિ-અનંત છે તે જ સાચો દેવ છે. તેને જ બરાબર લેવો. નોટ્ટા-જ્યોતિ: = હે જ્ઞાની એવા યોગી

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262