________________
૪૨૬
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥८॥
ગાથાર્થ - યોગી પુરુષો વિદ્યા રૂપી અંજનથી સ્પર્શ કરાયેલી નિર્મળ દૃષ્ટિ વડે અવિદ્યા રૂપી અંધકારનો નાશ કરાયે છતે પોતાના આત્મામાં જ પરમાત્મપણું દેખે છે. Iટા,
"अविद्या इति" एव हि निश्चये, योगिनः-समाधिदशावस्थाप्रवृत्तचक्रयोगिनः आत्मनि एव-स्वात्मनि एव, परमात्मानम-उत्कष्टनिष्पन्नसिद्धात्मानं पश्यन्ति-आत्मनि परमात्मत्वं निर्धारयन्ति । कया ? “विद्याञ्जनस्पृशा दृशा" विद्या-तत्त्वबुद्धिरूपा अञ्जनस्पृशा दृशा-चक्षुषा, क्व सति ? अविद्या-अज्ञानं अबोधः अयथार्थोपयोगो वा, तदेव तिमिरं, तस्य ध्वंसः, तस्मिन्, इत्यनेन मिथ्यात्वतिमिरध्वंसे जाते सम्यग्दृष्टयः आत्मानमात्मनि पश्यन्ति ।
अत एव अनेकोपयोगेन श्रुताभ्यासेन आत्मस्वरूपोपलम्भाय तत्त्वपरीक्षणाय यतितव्यम् । यथार्थमात्मस्वरूपपरिज्ञानं विद्या परमोपकारिणी इति ज्ञेयम् ॥८॥
શ્લોકના ચોથા ચરણમાં લખેલા પૂર્વ અને દિ શબ્દો નિશ્ચય અર્થમાં છે. સમાધિવાળી અવસ્થાને પામેલા એટલે કે સમતાભાવથી યુક્ત એવા પ્રવૃત્તચક્ર યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માપણું એટલે કે ઉત્કૃષ્ટ અવસ્થાને પામેલી સિદ્ધ અવસ્થાવાળાપણું દેખે છે. આત્મામાં જ પરમાત્માપણું છે આવો પાકો નિર્ણય આ મુનિઓને થાય છે. માત્ર દૃષ્ટિ બદલાવાથી આ દેખાય છે. જે અવિદ્યાવાળી દૃષ્ટિ છે તેને બદલે વિદ્યાવાળી દૃષ્ટિ કરવાથી આત્મામાં જ પરમાત્માપણું છે આત્મા જ ભગવાન છે. તે દૃષ્ટિગોચર થાય છે.
વિદ્યા એટલે તત્ત્વબુદ્ધિ સ્વરૂપ જે જ્ઞાન તે વિદ્યા, શરીર અને આત્મા આ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. શરીરના નાશમાં આત્માનો નાશ થતો નથી. આવા પ્રકારના ભેદ જ્ઞાનવાળી જે તત્ત્વદૃષ્ટિ છે એ જ અંજનતુલ્ય છે. જેમ અંજન (કાજળ) આંજવાથી દૃષ્ટિ સ્પષ્ટ-નિર્મળ બને છે તેમ તત્ત્વદૃષ્ટિમય વિદ્યા રૂપ અંજન આંજવાથી નિર્મળ બનેલી દૃષ્ટિ વડે આ યોગીઓને પોતાના આત્મામાં જ પરમાત્માપણું છે. તે જ મેળવવાનું છે. આમ સ્પષ્ટ દેખાય છે. વિદ્યારૂપી અંજનથી સ્પર્શાવેલી તે દૃષ્ટિ કેવી છે ? તેનું એક વિશેષણ સમજાવે છે કે -
અવિદ્યા એટલે કે અજ્ઞાનદશા અથવા વિપરીત બોધવાળી દશા, અજ્ઞાનતા (જડતા) અથવા વિપરીતબોધતા આ બન્ને આત્માને સાચો બોધ પ્રાપ્ત કરવામાં અંધકારતુલ્ય છે.