Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 261
________________ ૪૬૦ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર સુખસામગ્રી, શારીરિક રૂપાદિ-ધનસંપત્તિ, માન, મોભો, પ્રતિષ્ઠા ઈત્યાદિ રૂપને જ પોતાનું સ્વરૂપ છે, પોતાનો ધર્મ છે એમ ભ્રમથી માની લઈને પરભાવની સાથે એકતા થવાથી ઉત્પન્ન થયેલ જે વિપરીત કર્તૃત્વ, વિપરીત ભોસ્તૃત્વ અને વિપરીત ગ્રાહકત્વ (એટલે કે પૌદ્ગલિક ભાવોનું કર્તાપણું-ભોક્તાપણું અને ગ્રાહકપણું) વગેરે અશુદ્ધ પરિણતિ પામવાથી ઘણાં ઘણાં બાંધ્યાં છે કર્મોરૂપી ઉપાધિ જેણે એવો આ આત્મા, તે બાંધેલાં કર્મોના વિપાકોદયના કારણે પ્રાપ્ત થયેલા શુભાશુભ સંજોગોને અનુભવવાથી રાગ અને દ્વેષાદિ પરિણામને પામ્યો છતો આ આત્મા સંસારમાં રખડે છે, ભટકે છે. - મિથ્યાત્વાદિ મહોદયના કારણે ભ્રમથી પરભાવને પોતાનું સ્વરૂપ સમજીને પરભાવની સાથે એકતાવાળો થયેલો આ જીવ વિપરીત બુદ્ધિવાળો બન્યો છે. તેના કારણે જ પરભાવનું કર્તુત્વ-પરભાવનું ભોક્નત્વ અને પરભાવનું ગ્રાહકત્વ ઈત્યાદિ અશુદ્ધ પરિણતિવાળો આ જીવ બન્યો છે. તેના કારણે નિરંતર ચીકણાં અને દીર્ઘસ્થિતિવાળાં કર્મો બાંધે છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થતા શુભ અને અશુભ સંજોગોનો અનુભવ કરવો જ પડે છે. તેનાથી આ જીવમાં રાગ-દ્વેષાદિ કલુષિત ભાવો જન્મે છે. તેના કારણે આ જીવ આ સંસારમાં અનંત જન્મ-મરણાદિનાં દુઃખો પામવા દ્વારા ભટકે છે, રખડે છે, ખોટે રસ્તે જાય છે અને દુઃખી દુઃખી થાય છે. સ વિ ત્રિસ્નોવત્સત્ન = ત્રણે લોકના સર્વ જીવો ઉપર પરમ વાત્સલ્ય ભાવવાળા એવા અરિહંત પરમાત્માએ કહેલાં એવાં પરમ આગમશાસ્ત્રોનો સંયોગ થવાથી સદ્ગુરુ પાસેથી પીધું છે યથાર્થતત્ત્વનું રહસ્ય જેણે એવો તે જ જીવ સ્વતત્ત્વ શું છે? અને પરતત્ત્વ શું છે ? એનો વિવેક જાગવાથી પરભાવદશાથી અને વિભાવદશાથી વ્યાવૃત્ત થયો છતો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની રૂચિવાળો બન્યો છતો સર્વ આશ્રવભાવોથી નિવૃત્ત થઈને (એટલે કે સર્વસંગનો ત્યાગી થઈને) આત્મામાં જ રહેલું એવું જે પરમ આત્મતત્ત્વ છે તેનો સાધક બને છે. આ આત્મા કર્મોને પરવશ હતો, મોહની તીવ્રતાવાળો હતો, ચીકણાં કર્મો બાંધતો હતો, શુભાશુભ સંજોગો મળતાં રાગ-દ્વેષવાળો થતો હતો. પરંતુ જ્યારથી પરમવાત્સલ્ય ભાવવાળા અરિહંત પરમાત્માનાં આગમશાસ્ત્રોનું રહસ્ય જાણ્યું છે, સદ્ગુરુનો યોગ થયો છે, તેમની પાસેથી તત્ત્વજ્ઞાનનું અમૃત પીધું છે, તેનાથી સ્વ અને પરનો વિવેક જેને જાગ્યો છે. પોતાની મોહદશા જેને સમજાઈ છે, હેય-ઉપાદેયભાવ બરાબર જેનામાં પ્રગટ થયો છે,

Loading...

Page Navigation
1 ... 259 260 261 262