Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 260
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ૪૫૯ धारा, तया उल्बणं-तीक्ष्णं संयमास्त्रम्, कर्म-ज्ञानावरणादि, तदेव शत्रुः तस्य च्छेदः, तस्मिन् क्षम-समर्थं भवति, इत्यनेन अनादिमिथ्यात्वासंयमाज्ञानाधिष्ठः विशिष्टोत्कृष्टरूपस्वरूपधर्मभ्रान्त्या परभावैकत्वोत्पन्नविपर्यासकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वाद्यशुद्धपरिणत्या सहीतकर्मोपाधिः तद्विपाकप्राप्तशुभाशुभसंयोगभोगेन रागद्वेषपरिणतः संसारे संसरति जीवः । स एव त्रिलोकवत्सलार्हदुक्तपरमागमसंयोगपीततत्त्वरहस्यः स्वपरविवेकेन परभावविभावाभ्यां निवृत्तः शुद्धात्मीयस्वभावरुचिः सर्वाश्रवनिवृत्तः परमात्मसाधको भवति । अत एव स्वपरभेदज्ञानरूपविवेकाभ्यासः करणीयः ॥८॥ વિવેચન :- મુનિ મહાત્માની પાસે રહેલું સંયમ રૂપી શસ્ત્ર કર્મો રૂપી શત્રુઓનો ઉચ્છેદ (નાશ) કરવામાં સમર્થ થાય છે ત્યાં સંયમ એટલે પરભાવની નિવૃત્તિ કરવી તે, વ્યવહારનયથી પરપદાર્થોનો ત્યાગ કરવો. એટલે કે પ્રવજ્યા લેવી તે સંયમ અને નિશ્ચયનયથી પરપદાર્થો પ્રત્યેની મમતા-મારાપણાનો જે પરિણામ તે પરભાવ, તેનો ત્યાગ કરવો તે સંયમ કહેવાય છે. વ્યવહારનય બાહ્યત્યાગને સંયમ કહે છે અને નિશ્ચયનય અત્યંતર એવા મોહત્યાગને સંયમ કહે છે. આ સંયમ એ શસ્ત્રનું કામ કરે છે તેથી તેને શસ્ત્રની ઉપમા આપવામાં આવી છે. કોઈપણ શસ્ત્ર શાણ ઉપર (એટલે કે શરાણ ઉપર) ઘસવામાં આવે તો ઉત્કૃષ્ટ તેજવાળું બને છે. તેજસ્વી બને છે. અહીં વિવેકબુદ્ધિ (સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું? એવા પ્રકારની જે ભેદબુદ્ધિ છે તે વિવેક તેને શરાણની ઉપમા આપવામાં આવી છે જેમ શરાણ ઉપર ઘસાયેલું શસ્ત્ર ધારદાર થાય છે તેમ વિવેકપૂર્વકનું સંયમ કર્મો છેદવામાં શસ્ત્રનું કામ કરે છે. ઉત્તેજિત એટલે ઉત્કૃષ્ટ તેજસ્વીપણાને પામેલું આ શસ્ત્ર કર્મોનો તુરત ઉચ્છેદ કરે છે. શસ્ત્ર પણ ધાર વડે તીક્ષ્ણ બનેલું હોય તો જ છેદવાનું કામ કરી શકે છે તેમ અહીં ધીરજ, સંતોષ, સમતાભાવ એ ધાર સમજવી. જેમ ધાર વડે તીક્ષ્ણ શસ્ત્ર છેદ કરી શકે છે તેમ ધીરજરૂપી ધારા વડે તીક્ષ્ણ બનેલું, ધારદાર બનેલું આ સંયમરૂપી શસ્ત્ર, જ્ઞાનાવરણીયાદિ જે કર્યો છે. તે કર્મો રૂપી શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે. ધારવાળું અને ચકચકિત શસ્ત્ર જેમ શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે તેમ ધીરજ ગુણપૂર્વકનું અને વિવેક ગુણવાળું સંયમ, કર્મોનો જલ્દી જલ્દી નાશ કરવામાં સમર્થ બને છે. આ પ્રમાણે ભાવ છે. રૂત્યનેન = ઉપર સમજાવેલા તત્ત્વ વડે સમજાય તેમ છે કે અનાદિકાળથી મિથ્યાત્વદશા, અસંયમદશા અને અજ્ઞાનદશામાં ખુચેલો આ આત્મા તથા વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262