Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 241
________________ ४४० વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર शुद्धागमाश्रवणादज्ञातस्वपरविवेकः परं स्वात्मत्वेन जानन् आत्मानं परेणैकत्वं मन्यमानः भ्रमत्यनन्तकालमतः अयमविवेकस्त्याज्यः ॥५॥ વિવેચન :- જે આત્માએ ધતુરાનું પાન કર્યું હોય તેને સર્વત્ર પીળું પીળું જ દેખાય છે. તેથી માટીની લાલ લાલ ઈંટો પણ પીળી પીળી દેખાય છે. બધી ઈંટો જાણે સુવર્ણ જ હોય એમ દેખાય છે પણ આ ભ્રમમાત્ર છે. તેની જેમ અવિવેકી આત્માને શરીરાદિમાં મારાપણાની બુદ્ધિ થાય છે. “અહીં “ધ્રિતરથાન” પંક્તિરથના ન્યાયથી પીતોન્મત્ત” શબ્દનો “પધત્તરોન્મત્ત” શબ્દ લેવો. અને તેવો અર્થ કરવો. એટલે કે “દુર્વિદ્ધર” તે પંક્તિરથ કહેવાય છે. અહીં વચ્ચેના વૈદ્ધ શબ્દનો લોપ થવાથી મધ્યમપદલોપી સમાસ જાણવો. “લાઈનસર ગોઠવાયેલા રથ” આવો અર્થ થાય છે. તેવી જ રીતે “પીતોન્મત્ત” શબ્દનો “પતયજુરોન્મત્ત” શબ્દ સમજી વચ્ચેના હજુર શબ્દનો લોપ સમજી મધ્યમપદલોપી સમાસ કરવો. જેથી “પીધેલા ધતુરાથી ઉન્માદી થયેલો જીવ” આવો અર્થ થાય છે. આવો અર્થ શ્રી દેવચંદ્રજી કૃત આ ટીકામાં છે. સ્વોપજ્ઞ ટબામાં “ક્યત્ત" શબ્દનો અર્થ જ ધતુરો કરેલ છે. “પીત: ઉન્મત્ત: ચેન સ' પીતોન્મત્ત કરેલ છે. તથા આ દેવચંદ્રજી મ. શ્રીની ટીકામાં પતેન શબ્દના પર્યાયવાચી તરીકે નોન લખેલું છે તેથી “પીળું પીળું દેખાય છે તે કનક જ છે એમ માનીને ઉન્માદી બનેલો જીવ આવો અર્થ પણ થાય છે. તેથી સારાંશ આ પ્રમાણે છે કે - પીધો છે ધતુરો જેણે એવો ઉન્માદી થયેલો જીવ અથવા પત = પીળાપણા વડે કનક છે એમ સમજીને ઉન્માદી બનેલો જીવ, ધનુરાદિના નશાના કારણે આમથી તેમ લથડીયાં ખાતો ભ્રમવશ થયેલો આ જીવ, માટીની ઈંટો લાલ આદિ અન્ય રંગ વાળી છે, તો પણ માટીમય એવા તે પુલસ્કંધોને પણ નક્કી “આ સુવર્ણ જ છે” એમ દેખે છે. પીળાપણાના ભ્રમથી માટીની ઈંટો પીળી પીળી દેખાવાથી “આ સુવર્ણ જ છે-આ સુવર્ણ જ છે” એમ માની લે છે. પણ તે સાચું નથી. તેની જેમ અવિવેકી જીવોને (મોહના ઉદયથી પરાભૂત થયેલા જીવોને) તત્ત્વજ્ઞાનથી સર્વથા રહિત અર્થાત્ મિથ્યાજ્ઞાનવાળા જીવોને શરીરાદિને વિષે (શરીર, ઘર, ધન, પરિવાર વગેરે પર પદાર્થોને વિષે) ચેતન એવા પોતાના આત્માની સાથે અભેદબુદ્ધિ થવા રૂપ ભ્રમ થયેલો છે. ભાવાર્થ એવો છે કે ધતુરાના પાનથી ઉન્માદી બનેલો પુરુષ જેમ સર્વત્ર પીળું પીળું જ દેખે છે તેથી લાલ ઈંટ વગેરેને પણ સુવર્ણ જ છે આમ બ્રમબુદ્ધિ કરે છે. તેમ અવિવેકી જીવો મોહના ઉદયના કારણે પરદ્રવ્યમાં પણ મારાપણાની અભેદબુદ્ધિનો ભ્રમ કરે છે. તેથી જ પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માની લે છે. તેના સુખે પોતાની જાતને સુખી અને શરીરાદિ

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262