Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 244
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ४४३ થવું જોઈએ, પરંતુ અર્વાચીન પરિણતિમાં (વર્તમાનકાલમાં પૂર્વબદ્ધ પુણ્ય-પાપ કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખ-દુઃખની સામગ્રીવાળી પરિણતિમાં) મગ્ન થવું જોઈએ નહીં. આ કારણથી જ અપૂર્વકરણમાં પ્રવેશેલા મુનિઓ આકાશગામિની, વૈક્રિય, આહારક, શરીર રચનાની, જંઘાચારણ-વિદ્યાચારણપણાની તથા આમાઁષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ તે લબ્ધિઓમાં અલ્પમાત્રાએ પણ આસક્તિ પામતા નથી. આવી લબ્ધિઓ ફોરવવામાં ઉદાસીનવૃત્તિવાળા હોય છે. લબ્ધિઓની પ્રાપ્તિનો હર્ષ ધારણ કરતા નથી. આવા પ્રકારના વૈરાગ્યવાહી ભાવવાળા અને નિર્વેદ-સંવેગના પરિણામની પરાકાષ્ટાવાળા આત્માઓ નવા નવા ગુણો આવે છતે તથા તેવા વિશિષ્ટ પરિણામો (અધ્યવસાય સ્થાનો) આવે છતે અપૂર્વકરણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - सम्मदरसव्वविरइ, अणविसंजोयदंसखवगे य । મોદલમસંતવવો, વીસનીયર સુપાસેઢી દરા (શતકનામા પંચમકર્મગ્રંથ) एवमेकादशगुणश्रेणिषु प्रथमगुणश्रेणी करणत्रयं शेषासु दशसङ्ख्यासु अपूर्वकरणानिवृत्तिरूपं करणद्वयं करोत्येव । एवमपूर्वापूर्वकरणारोहणेन कर्मपटलविगमो भवति । उक्तञ्च - सातर्द्धिरसेष्वगुरुः, सम्प्राप्य विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे, न भजति तस्यां मुनिः सङ्गम् ॥२५६॥ या सर्वसुरवरद्धिर्विस्मयनीयाऽपि सानगारद्धैः । नार्घति सहस्रभागं, कोटिशतसहस्रगुणितापि ॥२५७॥ (પ્રશમરતિ ગાથા ૨૫૬-૨૫૭) all ૧ સમ્યકત્વ, ૨ દેશવિરતિ, ૩ સર્વવિરતિ, ૪ અનંતાનુબંધી કષાયોની વિસંયોજના, ૫ દર્શનમોહનીયની ક્ષપણા, ૬ ચારિત્રમોહનીયની ઉપશમના, ૭ ચારિત્રમોહનીયનો ઉપશમ, ૧. ગુણશ્રેણી એટલે ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયે અસંખ્યગુણા-અસંખ્યગુણા કર્મયુગલોની જે રચના કરવી અને આવી રચના કરીને કર્મોની નિર્જરા કરવી તે ગુણશ્રેણી કહેવાય છે. તાત્પર્ય અર્થ એ છે કે ઉપરોક્ત ગુણોમાંના કોઈપણ એક ગુણની પ્રાપ્તિના પ્રથમસમયે ઉપરની સ્થિતિમાંથી કર્મપુદ્ગલો ઉતારીને ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા-અસંખ્યાતગુણા અધિકના ક્રમે કર્મપુગલો ગોઠવે છે. તે જ પ્રમાણે બીજા સમયે પણ પ્રથમસમય કરતાં અસંખ્યાતગુણાં કર્મપુગલો ઉપરની સ્થિતિમાંથી લાવીને નીચે અંતર્મુહૂર્તના કાલમાં અસંખ્યાતગુણના ક્રમે પૂર્વની જેમ ગોઠવે છે. આ જ પ્રમાણે ત્રીજા સમયે,

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262