Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 249
________________ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર कर्मक्षपणशुद्धात्मप्राग्भावलक्षणे साधनकार्येऽप्यात्मा कर्ता, तत्त्वसिद्धिश्च कार्यम्, आत्मगुणा ज्ञानदर्शनचारित्रवीर्यरूपाः स्वधर्मसाधनावलम्बिनः कारणमुपादानम्, निर्विकारवीतरागवाक्यादयः निमित्तमिति । અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં સ્વતંત્ર એ કર્તા કારણ છે. કાર્યનું પ્રસાધકતમ જે કારણ તે કરણ નામનું કારણ છે. જેમકે ઘટકાર્યમાં નૃષિંડ અને દંડાદિ. ૨૧૧૨॥ ૪૪૮ અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં જે સ્વતંત્ર હોય તેને કર્તા કહેવાય છે. એટલે કે સ્વતંત્ર છે-સ્વાધીન છે કારણતા જેની તે કર્તા કહેવાય છે. જેમકે ઘટકાર્ય કરવામાં કુંભકાર એ સ્વતંત્ર છે માટે કર્તા છે. મૃત્યિંડ અને દંડાદિ કારણો કુંભકારને આધીન છે. તથા આત્મામાં અભેદભાવે વ્યાપીને રહેલા એવા જ્ઞાનાદિ ગુણોનું પોતપોતાના ભાવે પરિણમન રૂપ કાર્ય કરવાના વ્યાપારાત્મક-પ્રવૃત્તિરૂપ ક્રિયાને આ આત્મા જ કરે છે સર્વ કારકોમાં આત્મા સ્વતંત્ર છે. તેથી આત્મા એ કર્તા છે. કોઈ પણ કાર્યના પ્રસાધકતમ જે કારણ છે તેને કરણ કહેવાય છે. તે ઉપાદાન અને નિમિત્તના ભેદથી બે પ્રકારે છે. જેમકે ઘટકાર્ય કરવું હોય ત્યાં માટીનો પિંડ એ ઉપાદાનકારણ છે અને દંડાદિ એ નિમિત્તકારણ છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે તે ઉપાદાનકારણ કહેવામાં આવે છે અને ઉપાદાનને કાર્યરૂપે પરિણમાવવામાં સહાયક બનીને જે દૂર ખસી જાય તે નિમિત્તકારણ કહેવાય છે. ત્યાં આત્મા એ કર્તા છે અને જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ કરવો તે કાર્ય છે. ત્યાં પ્રતિસમયે આત્મસત્તાનું પરિણમન થવું એ ઉપાદાનકારણ છે અને સ્વરૂપ સિદ્ધ થઈ ગયા પછી આત્માના શુદ્ધ સ્વરૂપનું પારિણામિક ભાવે પરિણમન પામવા રૂપ કાર્ય કરવામાં બાહ્ય નિમિત્તનો અભાવ છે. તથા કર્મોને ખપાવવા રૂપ શુદ્ધ આત્મતત્ત્વનો આવિર્ભાવ કરવા સ્વરૂપ સાધનાવસ્થા રૂપ કાર્ય કરવામાં પણ આત્મા એ કર્તા છે, તત્ત્વસિદ્ધિ એ કાર્ય (કર્મ) છે અને આત્મધર્મની સાધનાના અવલંબનભૂત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યરૂપ ગુણો એ ઉપાદાનકારણ છે અને નિર્વિકારી એવા વીતરાગપરમાત્માની જે વાણી-શાસ્ર-પ્રવચન વગેરે નિમિત્તકારણ છે. कम्मं किरिया कारणमिह निच्चिट्ठो जओ न साहेइ । अहवा कम्मं कुम्भो, स कारणं बुद्धिहेउत्ति ॥२११३॥ भव्वोत्ति व जोग्गो त्ति व सक्कोत्ति व सो सरूवलाभस्स । कारणसंनिज्झमि वि, जं नागासत्थमारंभो ॥२११४ ॥

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262