Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 247
________________ ४४६ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર શુદ્ધસ્વરૂપના આલંબને જ પ્રગટ થાય છે, અન્યથા થતી નથી. તેથી કરણકારક પણ મારો આત્મા જ છે. પ્રાપ્ત થતું શુદ્ધસ્વરૂપ પણ આ આત્માને જ આપવાનું છે, અન્ય કોઈ આત્માને મારું સ્વરૂપ આપી શકાતું નથી. માટે સંપ્રદાનકારક પણ મારો આત્મા જ છે. તથા આવા પ્રકારનું આ શુદ્ધસ્વરૂપ મેળવવાનું પણ આ આત્મામાંથી જ છે અન્ય દ્રવ્યમાંથી આ આત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી અપાદાનકારક પણ આ આત્મા જ છે. વળી પ્રગટ થયેલું આ આત્મસ્વરૂપ મારા પોતાના આત્મામાં જ સચવાય છે. તે સ્વરૂપ સાચવવા માટે અન્ય બીજી કોઈ પેટી-તિજોરી નથી તેથી અધિકરણકારક પણ મારો પોતાનો આત્મા જ છે” આમ જે પુરુષ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનાં છએ કારક પોતાના એક આત્મદ્રવ્યમાં જ સંગત કરે છે તે પુરુષને “આ શરીર મારું છે, ધનાદિ મારું છે, હું એનો છું, અથવા શરીરાદિ એ જ હું છું, તેના સુખે હું સુખી છું” આવી અભેદ બુદ્ધિરૂપી અવિવેક-અજ્ઞાનદશા આવા પ્રકારના વિવેકી જીવને આવતી નથી. - જો આવી અભેદ બુદ્ધિ થતી નથી તો પછી આવા પ્રકારના અવિવેકવાળી દશા સ્વરૂપ જ્વરની (તાવની) વિષમતા-આકુળવ્યાકુલતા તથા અભિમાનાદિ અને મમતાભરી બુદ્ધિ કેમ થાય? અર્થાત્ ન જ થાય. આવા પ્રકારનો અભેદ બુદ્ધિરૂપ અવિવેક આ જીવને અત્યાર સુધી કેમ થતો હતો? તો શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે નહમ = જડતા-મૂર્ખતા અર્થાત મોહાન્ધતાનો નવત્ વેગ હોવાથી-તીવ્રતા હોવાથી આ અવિવેક થતો હતો, મૂઢતાનું બહુ જોર હતું, અજ્ઞાનતાનું ઘણું જ તોફાન હતું. તેના કારણે આવા પ્રકારની અભેદ બુદ્ધિરૂપી અવિવેક થતો હતો તે હવે કેમ હોય ? અર્થાત્ ન હોય. અથવા નહિમMવત્ પાઠને બદલે નમનાર્ એવો અથવા નર્મળનાર્ એવો પણ પાઠ જોવા મળે છે. ત્યાં પંક્તિનો આવો અર્થ કરવો કે શરીરમાં જ્વરાદિ હોય અને જળમાં સ્નાનાદિ કરે તો અતિશય શીતળ જળના સ્નાનથી જ્વરાદિ વૃદ્ધિ પામે અને આકુલવ્યાકુલતા લાવે તેવી અવિવેકરૂપ જ્વરની વિષમતા આવા જીવને કેમ હોય ? અથવા જડ એવા પદ્ગલિક પદાર્થોમાં મસ્તી માણવાથી મોહબ્ધતાથી જે અવિવેકદશા રૂપી જ્વરની વૃદ્ધિ થાય છે તે પણ આવા જીવને કેમ હોય ? અર્થાત્ ન જ હોય. જે પોતાના શુદ્ધ સ્વરૂપને દૃષ્ટિમાં લે છે તેને જ આ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આવા મહાત્મા પુરુષો પુલદ્રવ્યની આસક્તિથી બાર ગાઉ દૂર દૂર ભાગે છે તેને જડપદાર્થોનો સંયોગ અવિવેકબુદ્ધિ રૂપી જ્વર (તાવ) લાવી શકતો નથી. अत्र षट्कारकव्याख्या श्रीविशेषावश्यकानुसारेण उच्यते । “आत्मा कर्ता"

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262