Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 254
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ૪૫૩ નાસ્થમાનો' પદમાં “આકાશ માટે પ્રયત્ન નથી” પણ ઘટ માટે પ્રયત્ન છે એવો અર્થ નીકળે છે શ્રી વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં આ જ અર્થ કરેલ છે, અને તે અર્થ પણ ખોટો નથી. કારણ કે કુંભકારનો પ્રયત્ન કંઈ આકાશ બનાવવા માટે નથી પણ ઘટ બનાવવા માટેનો પ્રયત્ન છે. આવો અર્થ સંગતિને પામે છે. પરંતુ સ્થાસ-કોશ-કુશૂલાદિ ઘટના અંગો હોવાથી સ્થાસાદિ માટે કે કોશાદિ માટે પ્રયત્ન નથી પણ ઘટ માટે પ્રયત્ન છે. આ અર્થ વધારે સંગત લાગે છે. અને અહીં ટીકાકારશ્રીએ ટીકામાં આ પાછલો અર્થ સ્વીકાર્યો છે. આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. ર૧૧૪ बाह्यानि कुलालचक्रचीवरादीनि यानि निमित्तानि तदपेक्ष्य क्रियमाणकाले अन्तरङ्गबुद्धयालोचितं कार्यं भवति । स्वस्यात्मनः कारणं स्वकारणम्, अन्यथा यदि बुद्ध्या पूर्वमपर्यालोचितमेव कुर्यात् तदाऽप्रेक्षापूर्वं शून्यमनस्कारम्भविपर्ययो भवेत् । घटकारणसन्निधावप्यन्यत् किमपि शरावादिकार्यं भवेदभावो वा भवेत् । न किञ्चित्कार्यं भवेदित्यर्थः । तस्माद् बुद्ध्यध्यवसितं कार्यमप्यात्मनः कारणमेवेष्टव्यम् । किं बहुना ? यथा यथा युक्तितो घटते तथा तथा सुधिया कर्मणः कारणत्वं वाच्यम् । अन्यथा कर्मणः अकारकत्वे करोतीति कारकमिति षण्णां कारकत्वानुपपत्तिरेव स्यादिति । કુલાલ, ચક્ર, ચીવર, દંડ વગેરે ઘટોત્પાદનનાં જે જે બાહ્ય નિમિત્તો છે તેની અપેક્ષા રાખીને ઘટોત્પત્તિની ક્રિયા જે કાલે કરાતી હોય તે કાલે પણ કુંભારે પોતે પોતાની અંતરંગ બુદ્ધિમાં જેવા પ્રકારનો ઘટ બનાવવાનો વિચાર કરેલો હોય છે (પ્લાન દોરેલો હોય છે) તેવો જ ઘટ કરે છે અને તેવો જ ઘટ થાય છે. આ રીતે ઘટ પોતે જ ઘટની પોતાની ઉત્પત્તિનું કારણ અવશ્ય બને જ છે. અન્યથા = જો બુદ્ધિગતઘટને કારણ ન માનીએ અને પૂર્વકાલમાં બુદ્ધિથી વિચાર કર્યા વિના જ (પ્લાન દોર્યા વિના જ) કાર્ય કરવા બેસે તો અપેક્ષાપૂર્વક કરાયેલું કાર્ય (બુદ્ધિમાં વિચાર કર્યા વિના કરાયેલું કાય) શૂન્યમનસ્કપણે કરાયેલા કાર્યનો આરંભ વિપરીત કાર્ય (કરવા)વાળો થાય. એટલે કે ઘટ બનાવવાની તમામ સામગ્રીની નિકટતા હોવા છતાં પણ શરાવ-કોડીયું માટલું માટલી ઈત્યાદિ ન ધારેલું અન્ય કોઈ કાર્ય થઈ જાય. કારણ કે ૧. શૂન્યમનસ્વત્વત્ કારમી (ાર્યચ) વિપર્યયઃ (વિપરીત:) ભવેત્ એક અર્થ આવો થાય, અથવા શૂન્યમનસ્વત્ રમી (વાર્થચ) વિપર્યયઃ (અમાવ:) ભવેત્ આવો બીજો અર્થ થાય.

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262