Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 256
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ૪૫૫ ઘટ વેચાતા હોય, ગ્રાહકો મળતા હોય તો જ નવા નવા ઘટ કરાય છે. એવી જ રીતે પટાદિ કાર્ય પણ ગ્રાહકો હોય તો જ કરાય છે. ગ્રાહક વિના નવા નવા કાર્યની ઉત્પત્તિ કરાતી નથી. માટે ઉત્પન્ન કરાતા કાર્યના જે ગ્રાહક છે, લેનાર છે. જેને તે નવીનપર્યાય આપવાનો છે તે તેના સંપ્રદાનકારક છે. કહેવાનો સાર એ છે કે “નવા નવા પર્યાયના ગ્રાહક કોઈ હોય તો જ તે તે કાર્યની સિદ્ધિ (ઉત્પત્તિ) કરાય છે. માટે જે ગ્રાહક છે તે સંપ્રદાનકારક છે. ૨૧૧૬॥ भूपिंडावायाओ, पिंडो वा सक्करादवायाओ । चक्कमहावाओ, वाऽपादाणं कारणं तं पि ॥२११७॥ ગાથાર્થ ઃ- પૃથ્વી પિંડના અપાદાનથી ઘટ બને છે, માટે પિંડ અથવા શર્કરા આદિના અપાદાનથી પિંડ, અથવા ચક્ર અને આપાક (ભઠ્ઠી) વગેરે જે કારણ છે તે સર્વે વિવક્ષાએ અપાદાન કારક કહેવાય છે. II૨૧૧૭ા ટીકા :- મૂપિણ્ડસ્ય અપાય:, શરાવીનામપાય:, ચાવીનામુપપત્તૌ વમપાવાનું कारकं कारणं भवति । भूरपादानं पिण्डापायेऽपि ध्रुवत्वात् । अथवा विवक्षया पिण्डः अपादानम्, तद्गतशर्करादीनामपायेऽपि विवेकेऽपि ध्रुवत्वात् अथवा घटापायाच्चक्रमापाको वाऽपादानमिति ॥ २११७॥ વિવેચન :- આ શ્લોકમાં હવે અપાદાનકારક સમજાવે છે. વિભાગ પામતી વસ્તુ જ્યાંથી વિભાગ પામતી હોય તે મૂલભૂત કાયમ રહેનારી વસ્તુને અપાદાન કહેવાય છે. જેમકે દેવદત્તે કુવામાંથી પાણી કાઢ્યું અહિં વિભાગ પામતી વસ્તુ પાણી છે તે કુવામાંથી કઢાય છે પણ કુવો સદા રહે છે. તેથી કુવાને અપાદાન કહેવાય છે. ચૈત્ર કોઠીમાંથી અનાજ કાઢે છે. અહીં વિભાગ પામતું દ્રવ્ય અનાજ કોઠીમાંથી કઢાય છે પણ કોઠી કાયમ રહે છે. માટે કોઠીને અપાદાન કહેવાય છે. તેવી રીતે અપાદાનકારક હવે સમજાવે છે. भूः अपादानम् पिण्डापायेऽपि ध्रुवत्वात् પૃથ્વી એ અપાદાન છે. કારણ કે પૃથ્વીમાંથી માટીનો પિંડ કાઢવામાં આવે તો પણ પૃથ્વી તો ધ્રુવ જ રહે છે. માટે પિંડના અપાયનું મૂલસ્થાન જે પૃથ્વી છે. તે અપાદાન છે. = પિઙોડપાવાનમ્, શરાવીનામપાયેઽપ ધ્રુવત્વાત્ = માટીનો પિંડ એ અપાદાન છે. કારણ કે તે પિંડમાંથી કાંકરા વગેરે દૂર કરવા છતાં પણ માટીનો પિંડ સદા ધ્રુવ રહે છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262