Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 245
________________ ४४४ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર ૮ ચારિત્રમોહનીયની ક્ષપણા, ૯ ક્ષીણમોહ, ૧૦ સયોગી કેવલી અને ૧૧ અયોગીકેવલી એમ કુલ અગિયાર ગુણશ્રેણીઓ છે. આ પ્રમાણે અગિયાર ગુણશ્રેણીઓમાં સૌથી પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિની ગુણશ્રેણીમાં ત્રણ કરણ, અને બાકીની દશસંખ્યાવાળી શેષ ગુણશ્રેણીઓમાં બે કરણ કરે છે. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ અધ્યવસાય સ્થાનો ઉપર આરોહણ કરવાથી આવા જીવોનાં ઘણાં ઘણાં કર્મોનાં પટલોનો નાશ થાય છે. પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે કે - - સાતા, ઋદ્ધિ અને રસ એમ ત્રણે ગારવામાં અનાસક્ત એવા મુનિ અન્ય મુનિઓ વડે દુર્લભ એવી લબ્ધિઓની વિભૂતિને પામીને પણ પ્રશમભાવના સુખમાં જ મસ્ત રહે છે પણ તે લબ્ધિની વિભૂતિમાં આસક્તિભાવ ધરતા નથી. આશ્ચર્ય પમાડે એવી સર્વશ્રેષ્ઠ ઈન્દ્રની પણ જે ઋદ્ધિ છે તે ઋદ્ધિને જો લાખ અને કરોડ વડે ગુણવામાં આવે તો પણ તે ઋદ્ધિ અણગારપણાની ઋદ્ધિની પાસે હજારમા ભાગે પણ થતી નથી. અનાસક્તપણાની આ ઋદ્ધિ ઘણી મહાન અને ગૌરવશાલી છે. તેથી જ પદ્ગલિક સુખોમાં આસક્ત બનવું નહીં. કારણ કે તે આત્માનું સ્વરૂપ નથી, પરાધીન છે, નાશવંત છે અને વિયોગકાલે ઘણું ઘણું દુઃખ આપનાર છે. llll आत्मन्येवात्मनः कुर्यात्, यः षट्कारकसङ्गतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडिमजवात् ॥७॥ (નમગ્નના) પાઠાન્તર ગાથાર્થ:- જે આત્મા પોતાના આત્માના છ કારકનો સંબંધ પોતાના આત્મામાં જ કરે છે તે આત્માને પુદ્ગલદ્રવ્યોનો અતિશય સંબંધ હોવા છતાં પણ અવિવેકરૂપી તાવની વિષમતા કેમ થાય? અર્થાત્ ન થાય. Iછા ટીકા :- “આત્મચેવાત્મનઃ રૂતિ', ઃ માત્મનઃ નૃત્વવ્યાપારવિમન: आत्मनि-एके स्वात्मद्रव्ये, एव आत्मनः स्वीयां षट्कारकसङ्गतिं-षट्कारकाणां कर्तृ ચોથા સમયે યાવત્ અંતર્મુહૂર્ત સુધી તે પ્રમાણે કરે છે તેને ગુણશ્રેણી કહેવાય છે. ઉત્તરોત્તર ગુણશ્રેણીમાં પૂર્વ પૂર્વ ગુણશ્રેણી કરતાં નાના નાના અંતર્મુહૂર્તકાલમાં અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ દલિકોની ગોઠવણ દ્વારા ઘણાં કર્મોની નિર્જરા કરે છે. સમ્યકત્વની ગુણશ્રેણી કરતાં દેશવિરતિની અને દેશવિરતિ કરતાં સર્વવિરતિની એમ અગિયારે ગુણશ્રેણીઓ ક્રમશઃ અસંખ્યગુણ અસંખ્યગુણ નિર્જરાવાળી હોય છે.

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262