Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 222
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક – ૧૪ ૪૨૧ ભળી જઈને એકમેક રૂપે થઈ જતાં નથી. આ કારણથી સમજાય છે કે આ દ્રવ્યો સ્વભાવથી જ ભિન્ન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર અહીં જ રહેવાનું છે. જીવ ભવાન્તરયાયી છે. શરીર મૂર્ત છે. આત્મા અમૂર્ત છે. આવા પ્રકારના ભેદને સમજવા રૂપ આ ચમક્રિયા વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. જ્ઞાની પુરુષ જ આ ભેદને સમજી શકે છે. સામાન્ય માણસો તો શરીર એ જ હું છું અને હું એ જ શરીર છે. આમ અભેદ સમજીને શરીરના શણગારમાં, સુખમાં અને ટાપટીપમાં જ લયલીન થાય છે. જ્ઞાનીપુરુષ જ ભેદજ્ઞાનવાળા થયા છતા શરીર અને આત્માને ભિન્ન સમજીને શરીરની સેવા ગૌણ કરીને આત્મતત્ત્વમાં જોડાય છે. પરંતુ કેવા જ્ઞાની પુરુષો વડે આ ભેદ જાણી શકાય છે ? તે હવે સમજાવે છે. चिन्मात्र परिणामेन - ज्ञानमात्रपरिणामेन ज्ञानमात्रबलेन इत्यनेन पञ्चास्तिकायानामेक क्षेत्रस्थितानां कैश्चित्साधारणगुणैः अगुरुलघ्वादिभिः तुल्यानामपि असाधारणगुणैः गतिस्थित्यवगाहहेतुताचेतनापूरणगलनादिलक्षणैश्च भेद एव । स्वाशुद्धग्राहकतागृहीतपुद्गलेष्वपि न स्वगुणसङ्क्रमः । नापि पुद्गलगुणसङ्क्रमः जीवे । एषा भेदचमत्क्रिया भिन्नद्रव्ये स्वद्रव्यगुणपर्यायाणामेकद्रव्यव्याप्यावस्थितानामाधाराधेयत्वेनाभेदरूपाणामपि स्वस्वधर्मपरिणतिरूपा भेदचमत्क्रिया । एवं द्रव्याद् द्रव्यस्य, गुणाद् गुणस्य पर्यायात्पर्यायस्य स्वभावस्य भेदलक्षणा चमत्क्रिया विदुषा पण्डितेनैव अनुभूयते । नान्येन द्रव्यानुयोगज्ञानविकलेन । उक्तञ्च सन्मतौ જ્ઞાનમાત્રના પરિણામવાળા એટલે કે દ્રવ્યાનુયોગના જ્ઞાનના વિષયમાં જે રસિક પંડિતપુરુષો છે તેઓ વડે જ આ ભેદના ચમત્કારની ક્રિયા અનુભવાય છે. ચૌદરાજ પ્રમાણ લોકાકાશમય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે સાથે રહેલાં એવાં ધર્માસ્તિકાયાદિ પાંચે અસ્તિકાય દ્રવ્યોનો અગુરુલઘુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ (પાંચે દ્રવ્યોમાં ઘટી શકે તેવા) સાધારણ ગુણો વડે તુલ્યતા હોવા છતાં પણ ૧ ગતિસહાયકતા, ૨ સ્થિતિસહાયકતા, ૩ અવગાહસહાયકતા, ૪ ચેતનતા અને ૫ પૂરણગલનતા વગેરે સ્વરૂપ અસાધારણ ગુણો વડે ભેદ પણ છે જ. તેથી જીવ અને શરીર એકમેક થઈને રહ્યાં છે. એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે તો પણ ચૈતન્યાદિ ગુણવાળું જે દ્રવ્ય છે તે જીવ છે અને પૂરણ-ગલન ગુણવાળું જે દ્રવ્ય છે તે પુદ્ગલાત્મક શરીરદ્રવ્ય છે.


Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262