Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 223
________________ ૪૨૨ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર આ કારણથી જ શરીર એ જડ છે, આત્મા એ ચેતન છે, શરીર અહીં જ રહેનારું છે, ચેતન પરભવયાયી છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. આમ શરીર અને આત્માનો ભેદ છે પણ તે ભેદ દ્રવ્યાનુયોગના જ્ઞાની વડે જ અનુભવાય છે. મોહના ઉદયથી પોતાના આત્મામાં આવેલો જે અશુદ્ધ એવો ગ્રાહકતા પરિણામ, તેના વડે ગ્રહણ કરાયેલાં શારીરિકાદિ પુદ્ગલ દ્રવ્યો આત્માની સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ પરસ્પર ગુણોનો સંક્રમ થતો નથી. જીવના ગુણો શારીરિક પુદ્ગલોમાં આવતા નથી અને પુદ્ગલદ્રવ્યના ગુણો જીવદ્રવ્યમાં આવતા નથી. આવો જે પારમાર્થિક ભેદ છે, તે ચમત્કાર સર્જે તેવી ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં સાથે રહેવું, એકમેક થઈને રહેવું, છતાં અન્ય દ્રવ્યથી ભિન્ન જ રહેવું તે એક આશ્ચર્ય ઉપજે એવો ચમત્કાર છે. કોઈપણ વિવક્ષિત એક દ્રવ્યમાં વ્યાપીને રહેલા અને આધાર-આધેયભાવે અભેદ સ્વરૂપે રહેલા એવા પણ સ્વદ્રવ્યનું, સ્વગુણોનું અને સ્વપર્યાયોનું પોતપોતાના ધર્મરૂપે જ પરિણામ પામવું (પણ એકક્ષેત્રાવગાહી હોવા છતાં પરદ્રવ્ય રૂપે પરિણામ ન પામવું) એ સ્વરૂપ જે ભેદ છે તે ચમત્કાર ઉપજાવે તેવી ક્રિયા છે. આ પ્રમાણે ધર્મ-અધર્મ-આકાશશારીરિકાદિ પુલો અને જીવદ્રવ્યનો એક ગુણથી બીજા ગુણનો અને એક પર્યાયથી બીજા પર્યાયનો જે સ્વભાવ છે, તે સ્વભાવોમાં જે ભેદ છે, તે ભેદ લક્ષણવાળી ચમત્કારની ક્રિયા દ્રવ્યાનુયોગના અભ્યાસવાળા પંડિતપુરુષ વડે જ અનુભવાય છે. પરંતુ દ્રવ્યાનુયોગના અભ્યાસ વિનાના અન્ય વ્યક્તિ વડે આ ભેદ ચમલ્કિયા અનુભવી શકાતી નથી. સન્મતિ પ્રકરણ નામના ગ્રન્થમાં કહ્યું છે કે - अण्णोण्णाणुगयाणं, इमं च तं च त्ति विभयणमजुत्तं । जह दुद्धपाणियाणं, जावन्त विसेसपज्जाया ॥४७॥ (સન્મતિપ્રશRUL U-૧, મથા-૪૭) जं दव्वखित्तकाले, एगत्ताणं पि भावधम्माणं । सुअनाणकारणेणं, भेए नाणं तु सा विज्जा ॥१॥ રૂતિ મિપૂઃ | द्रव्यानुयोगलीनानामाधाकर्मादिदोषमुख्यत्वं न, तथा च-भगवत्यङ्गे"समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेमाणे किं कज्जई ? गोयमा ! बहुतरा से નિઝર વિરડું, ખેતરે પાવે મે ” (શતક-૮, ઉદ્દેશ-૬, સૂત્ર-૩૩૨)

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262