Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 224
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪ ૪૨૩ तवृत्तिः-इह च केचित् मन्यन्ते-असंस्तरणादिकारणे एवाप्रासुकादिदाने बहुतरा निर्जरा भवति, नाकारणम् । यत उक्तम् संथरणम्मि असुद्धं, दोण्हवि गेण्हंतदितयाणऽहिअं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१॥ (બૃહત્કલ્પભાષ્ય ગાથા-૧૬૦૮) અરસપરસ એકમેક થયેલા બે દ્રવ્યોની અંદર “આ અને તે” એવો વિભાગ કરવો તે અનુચિત છે. દૂધ અને પાણીની જેમ. જીવ અને કર્મપ્રદેશોમાં જેટલા વિશેષ વિશેષ પર્યાયો (ધ) છે તે ભિન્ન-ભિન્ન દ્રવ્યના છે. છતાં એકમેકતાના કારણે કોઈ એકના કહેવાતા નથી. ૪૭થી દ્રવ્ય-ક્ષેત્ર અને કાલથી એકમેક થયેલા દ્રવ્યોમાં રહેલા ભાવધર્મોના ભેદને વિષે શ્રુતજ્ઞાનના કારણે જે જ્ઞાન (ભેદજ્ઞાન) પ્રાપ્ત થાય છે તેને વિદ્યા કહેવાય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસમાં લીન થયેલા મહાત્માઓને આધાકર્માદિ દોષયુક્ત આહારના દોષો લાગતા નથી. દ્રવ્યાનુયોગના અભ્યાસનો એવો પ્રભાવ છે કે જેના અભ્યાસથી આ જીવ સંવેગ-નિર્વેદ પરિણામી થાય છે, વૈરાગ્યવાસિત બને છે. સંસારી કોઈપણ ભાવોમાં બીનરસિકતા ઉપજે છે. પાંચ ઈન્દ્રિયજન્ય સુખોમાંથી મન ઉઠી જાય છે. તેથી હૃદયમાં આસક્તિભાવ ન હોવાથી આધાકર્માદિ દોષો લાગતા નથી. (અતિચાર માત્ર લાગે છે પણ વ્રતભંગ થતો નથી.) ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે – હે ભગવાન્ ! તેવા પ્રકારના દ્રવ્યાનુયોગના અભ્યાસી એવા શ્રમણ-શ્રમણીને અથવા માહણને અપ્રાસુક (દોષિત) અથવા અનેષણીય (ન કલ્પે તેવો) આહાર વહોરાવતા શ્રમણોપાસકને શું થાય ? (કર્મબંધ થાય કે કર્મનિર્જરા થાય ?). હે ગૌતમ ! તેવા શ્રમણોપાસકને કર્મોની ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર બંધ થાય છે.” તેની ટીકામાં આમ કહ્યું છે કે “અસંતરણાદિ કાળ હોય તો એટલે કે દોષિત આહારની લેવડ-દેવડ વિના બીજો કોઈ ઉપાય ન હોય તો જ દોષિત આહારાદિના દાનમાં બહુતર-નિર્જરા સમજવી પરંતુ કારણ વિના જો આધાકર્માદિ દોષવાળો આહાર આપે તો બહુતર-નિર્જરા થતી નથી. જે કારણથી બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે - પ્રાસુક (નિર્દોષ) અને એષણીય (કલ્પે તેવો શુદ્ધ) આહાર મળે તેમ હોય છતાં કોઈ શ્રાવક અશુદ્ધ આહાર આપે અને સાધુ અશુદ્ધ આહાર ગ્રહણ કરે તો આપનાર અને

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262