Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 196
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૯૫ वीर्याविभागाभ्यामधिकानामुक्तसङ्ख्याकानामेव जीवप्रदेशानां एव समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवृद्ध्या वर्धमानानां तावतां जीवप्रदेशानां समुदायरूपा वर्गणा असङ्ख्येया वक्तव्याः । ताश्च कियत्य इति ? इयं घनीकृतलोकस्य या एकैकप्रदेशपङ्क्तिरूपा श्रेणिः, तस्या श्रेणेरसङ्ख्येयतमे भागे यावन्तः आकाशप्रदेशास्तावन्मात्रा वर्गणा समुदिता एकं स्पर्द्धकम् । “स्पर्धन्ते इवोत्तरोत्तरवृद्ध्या वर्गणा अत्रेति स्पर्द्धकम् ।" | સર્વથી અલ્પ વીર્યાવિભાગવાળી અને પરસ્પર તુલ્ય વિર્યાવિભાગવાળી જે પ્રથમ વર્ગણા થઈ તે સર્વથી જઘન્ય વર્ગણા જાણવી. કારણ કે આ વર્ગણાના આત્મપ્રદેશો અન્ય આત્મપ્રદેશો કરતાં અલ્પ વીર્યાવિભાગોથી યુક્ત છે માટે, આ પ્રથમવર્ગણાથી આગળ આ જ આત્મામાં ઉત્પત્તિના પ્રથમસમયમાં જ, જે જે આત્મપ્રદેશો માત્ર એક વર્યાવિભાગ વડે અધિક છે તે પણ ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા જે અસંખ્યાત પ્રતરો, તેમાં રહેલા આકાશપ્રદેશના પ્રમાણવાળા છે. તેઓનો સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. ત્યારબાદ બે વર્યાવિભાગ વડે અધિક એવા ઉપરોક્ત સંખ્યાવાળા જ (એટલે કે ઘનીકૃત લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્યાતપ્રતરગત આકાશપ્રદેશોની રાશિપ્રમાણ) જે આત્મપ્રદેશો છે તેઓનો સમુદાય તે ત્રીજી વર્ગણા સમજવી. આ પ્રમાણે એક એક વર્યાવિભાગની વૃદ્ધિવાળા તેટલા જ આત્મપ્રદેશોના સમુદાય સ્વરૂપ વર્ગણાઓ પણ અસંખ્યાતી જાણવી. પરંતુ તે વર્ગણાઓ અસંખ્યાતી એટલે કેટલી ? તેનું માપ શું ? તે માપ જણાવે છે કે ઘનીકૃત લોકાકાશની એક એક આકાશપ્રદેશની પંક્તિસ્વરૂપ જે શ્રેણિ (સૂચિશ્રેણિ) છે. તે શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે. તેટલી માત્રાવાળી આ વર્ગણાઓ એકોત્તરવૃદ્ધિસ્વરૂપે ક્રમશઃ (આંતરું કર્યા વિના નિરંતરપણે) થાય છે. તેટલી વર્ગણાઓનો જે સમદાય તે સ્પર્ધક કહેવાય છે. આ પ્રથમ સ્પર્ધક છે. “સ્પર્ધક” આવું નામ એટલા માટે પાડવામાં આવ્યું છે કે ઉત્તરોત્તર (એક પછી એક) વર્ગણાઓ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિ વડે જાણે માંહોમાંહે પરસ્પર સ્પર્ધા કરતી હોય શું? એવી છે. માટે તેનું નામ સ્પર્ધક રાખવામાં આવ્યું છે. __पूर्वोक्तस्पर्धकगतचरमवर्गणायाः परतो जीवप्रदेशा नैकेन वीर्याविभागेनाधिकाः प्राप्यन्ते, नापि द्वाभ्याम्, नापि त्रिभिः, नापि सङ्ख्येयैः, किन्त्वसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणैरभ्यधिकाः प्राप्यन्ते, ततस्तेषां समुदायो द्वितीयस्य स्पर्धकस्य प्रथम वर्गणा । ततो जीवप्रदेशानामेकेन वीर्याविभागेनाधिकानां समुदायो द्वितीया वर्गणा । द्वाभ्यां

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262